Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદમાં 52 વર્ષ જૂની સોસાયટી રિડેવલપમેન્ટ કરવા હાઇકોર્ટે આપી મંજૂરી

અમદાવાદમાં 52 વર્ષ જૂની વેજલપુર સોસાયટી રિડેવલપમેન્ટ હાઈકોર્ટે મંજૂરી આપી છે. રિડેવલપમેન્ટ સામે જે 4 સભ્ય વિરોધ હતો

અમદાવાદમાં 52 વર્ષ જૂની સોસાયટી રિડેવલપમેન્ટ કરવા હાઇકોર્ટે આપી મંજૂરી
X

અમદાવાદમાં 52 વર્ષ જૂની વેજલપુર સોસાયટી રિડેવલપમેન્ટ હાઈકોર્ટે મંજૂરી આપી છે. રિડેવલપમેન્ટ સામે જે 4 સભ્ય વિરોધ હતો તેને ફ્લેટ ખાલી કરીને જવા આદેશ આપ્યો છે. જર્જરીત સોસાયટી રિડેવલપમેન્ટ 78માંથી 74 સભ્યએ મંજૂરી આપી હતી. 4 સભ્યએ તેને હાઈકોર્ટમાં પડકારી હતી.

શહેરના વેજલપુરમાં આવેલ સ્વામી વિવેકાનંદ કો. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી 52 વર્ષ જૂની છે. 78 ફ્લેટ ધરાવતા 11 બ્લોક હતા. તે જર્જરિત થઇ જતા રિડેવલપમેન્ટમાં આપવાનું નક્કી કર્યું હતું. આ સોસાયટીના 75 ટકા સભ્યોએ રિડેવલપમેન્ટ માટે મંજૂરી આપી દીધી હતી. પરંતુ 4 સભ્યોએ મંજૂરી નહીં આપતા રિડેવલપમેન્ટ અટકી ગયું હતું. કોર્પોરેશને પણ મંજૂરી આપી હોવાથી કોર્ટે એવી ટકોર કરી હતી કે સરકારની રી ડેવલપમેન્ટ પોલિસી મુજબ બહુમતી સભ્યોએ મંજૂરી આપી હોવાથી 4 સભ્યોની મંજૂરી ન હોય તો પણ તેને માની શકાય નહીં.અરજીમાં રજૂઆત કરી હતી કે તેમના હાલના મકાન જર્જરિત થઇ ગયા છે રિડેવલપમેન્ટ બાદ તેમને મોટો ફ્લેટ મળવા હોવાથી તેમને કોઈ સમસ્યા નથી. 52 વર્ષ જૂના ફ્લેટ હોવાથી તેની સ્થિતિ જોખમી હતી જેથી કોર્પોરેશને ફ્લેટ ધારકો ના મરામત કરવા નોટિસ ફટકારી હતી. પરંતુ ફ્લેટ મરામત કરવા માટે ખર્ચ ઘણો થતો હોવાથી ફ્લેટ ધારકોએ રિડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું કોર્પોરેશન પાસે તેની મંજૂરી માંગતા મંજૂરી મળી ગઈ હતી.

Next Story