Connect Gujarat
અમદાવાદ 

"પાકિસ્તાની બન્યા હિન્દુસ્તાની" : અમદાવાદમાં 32 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા મળી.

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ 32 જેટલા પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા આપી છે. મૂળ પાકિસ્તાનના અને છેલ્લા 7 વર્ષથી ભારતમાં રહેતા 32 હિન્દુઓને ઈન્ડિયન સીટિઝનશીપ મળી છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ 32 જેટલા પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા આપી છે. મૂળ પાકિસ્તાનના અને છેલ્લા 7 વર્ષથી ભારતમાં રહેતા 32 હિન્દુઓને ઈન્ડિયન સીટિઝનશીપ મળી છે. અત્યારસુધી અમદાવાદ જિલ્લા કલેક્ટરે 900 જેટલા પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા આપી છે, ત્યારે હવે નવા 18 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારી આગામી નાગરિકતા પ્રક્રિયા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વર્ષ 2016 અને 2018ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરે અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને ઈસાઈ ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગત પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપી છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા ગત મે મહિનામાં 13 જિલ્લાઓમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે નાગરિકતા માટેની અરજીઓ મંગાવાય હતી, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે તાત્કાલિક નાગરિકતા અધિનિયમ 1955 અને 2009માં કાયદા હેઠળ ઘડવામાં આવેલા નિયમો હેઠળના હુકમના અમલ માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. કેન્દ્રએ હિન્દુ, શીખ, જૈનો અને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના બૌદ્ધ જેવા મુસ્લિમોને અને ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ,, હરિયાણા અને પંજાબના 13 જિલ્લાઓમાં વસતા બિન મુસ્લિમોને ભારતીય નાગરિકત્વ માટે અરજી કરવા આમંત્રણ આપ્યું હતું.

Next Story