Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ AMCના ડમ્પરની ટક્કરે માસૂમનો ભોગ લેવાયો, આમાં બાળકનો શું વાંક ?,જાણો સમગ્ર મામલો..?

એએમસી નું કચરો ભરવાની ડમ્પર માતેલા સાંઢની માફક આવી તેમના પર ચડી ગયું હતું .આ અકસ્માતમાં દહર નીચે પટકાયો અને તેના પર ડમ્પરનું ટાયર ફરી વળ્યુ હતું.

અમદાવાદ AMCના ડમ્પરની ટક્કરે માસૂમનો ભોગ લેવાયો, આમાં બાળકનો શું વાંક ?,જાણો સમગ્ર મામલો..?
X

અમદાવાદ શહેરમાં આજે સામાન્ય વ્યક્તિને હચમચાવી રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. આઝાદ સોસાયટીમાં રહેતા સુરભીબેન તેના 6 વર્ષના દીકરા દહરને સ્કૂલે મૂકવા જતા હતા. ઘરેથી હસતો રમતો જતો દહર તેની માતા સાથે વાતો કરતો હતો. તેઓ સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યા ત્યારે એએમસી નું કચરો ભરવાની ડમ્પર માતેલા સાંઢની માફક આવી તેમના પર ચડી ગયું હતું .આ અકસ્માતમાં દહર નીચે પટકાયો અને તેના પર ડમ્પરનું ટાયર ફરી વળ્યુ હતું. દહરના માથા પરથી ટાયર ફરી વળતા તે ત્યાં ચકદાઇ ગયો હતો.તેનાં માસના લોચા રોડ ડામર સાથે ચોંટી ગયા હતા.

ઘરેથી તૈયાર થઈને સ્કૂલ ગયેલા દહર નામના વિદ્યાર્થીને બે કિમિ દૂર કોલેજ પાસે એએમસીના ડમ્પરે અડફેટે લેતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ચાલકે એક્ટિવા ચાલક મહિલા ઉડાવતા કે.જીમાં ભણતો દહર જમીન પર પટકાયો અને તેના માથા પરથી ડમ્પર ફરી વળ્યું હતું. બાળકના માસના લોચા રોડ પર ડામર સાથે ચોંટી ગયા હતા જેને લઈને કપડામાં બાળકને ભેગો કરવો પડ્યો હતો. સમગ્ર બાબતને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સોસાયટીના લોકો ઘટનાની વાત જાણીને દોડી ગયા હતા સમગ્ર પ્રકરણમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને પકડવા પ્રયાસ શરૂ કર્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આઝાદ સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા રોનક ભટ્ટ જમીન દલાલ તરીકે કામ કરે છે. તેમના પત્ની સુરભી અને 6 વર્ષનું બાળક દહર અને પિતા સાથે રહે છે. રોનકભાઈ રોજ તેમના દીકરાને સ્કૂલે મુકવા જાય છે. આજે સવારે રોનકભાઈના પિતાને ઓપરેશન હોવાથી તેઓ તેમના પિતાને લઈને દવાખાને ગયા હતા.

એટલે સુરભીબેન દહરને સ્કૂલે મુકવા ઘરેથી નીકળ્યા હતા.રભીબેન દહર ને લઈને સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યા હતા.ત્યારે નહેરુનગર તરફથી એએમસી નું કચરાનું ડમ્પર આવ્યું હતું. તેને સુરભીબેન એક્ટિવાને ટક્કર મારી હતી.જે સમયે દહર આગળ બેઠો હતો.તે એક્ટિવા પરથી ફંગોળાઈને નીચે પટકાયો જ્યારે બીજી તરફ સુરભીબેન પણ ફંગોળાઈને પટકાયા હતા.આ ડમ્પર એટલી સ્પીડે હતું કે તે દહર પર ડમ્પર નું ટાયર ફરી વળ્યું હતું.

Next Story