Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ માટે એનું મેનેજમેન્ટ જવાબદારઃ જસ્ટિસ ડી.એ. મહેતા કમિશનનો રિપોર્ટ

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ માટે એનું મેનેજમેન્ટ જવાબદારઃ જસ્ટિસ ડી.એ. મહેતા કમિશનનો રિપોર્ટ
X

ગુજરાત વિધાનસભાના બીજા અને અંતિમ દિવસે કેગનો અહેવાલ રજુ કર્યા બાદ અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવા મુદ્દેની તપાસનો રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. જસ્ટીસ ડી.એ.મહેતા કમિશનના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા પાછળ તેનું મેનેજમેન્ટ જવાબદાર છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગી ત્યારે આગ બહાર જાય નહીં તેવી અવ્યવસ્થા હતી.બારીઓ સ્ક્રૂ મારીને બંધ કરી દેવામાં આવી હતી. જેથી આગ હોસ્પિટલની અંદર જ રહી હતી. આઇ.સી.યુ.માં સ્મોક ડિટેક્ટર હતા નહિ, ફાયર એલાર્મ હતા નહિ, ઓટોમેટિક સ્પ્રિંકલર સિસ્ટમ પણ આપવામાં આવી ન હતી. જેથી આ આગ લાગવા પાછળ તપાસ પંચે હોસ્પિટલના મેનેજમેન્ટ અને ભરત મહંતને જવાબદાર ઠેરવ્યા છે.

શ્રેય હોસ્પિટલમાં 15 વર્ષ જૂની પેશન્ટ મોનીટરીંગ સિસ્ટમ હતી. જેના કારણે આગ લાગી હતી. આ સિસ્ટમ દર પાંચ વર્ષે એક્સપાયર થાય છે જેથી એક્સપાયરીની અંતિમ તારીખ કરતાં પણ 10 વર્ષ જુની સિસ્ટમના કારણે આગ લાગી હતી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટરમાં આગ લાગી હતી. સ્ટારટિંગ પોઇન્ટ પાસે ખૂબ ભયાનક આગ હતી. આગ ઓક્સિજન સપ્લાયથી પ્રસરી હતી.103 બેડની પાસે પ્રસરતા બીજા વેન્ટીલેટરમાં આગ લાગી હતી.વેન્ટીલેટર અને હ્યુમીડીફિર બન્નેએક બીજા સાથે કનેક્ટ હતા. ઓક્સીજન અને એરની પાઇપ પણ એક બીજા સાથે કનેક્ટ હોવાથી આગ વધુ પ્રસરી હતી

Next Story