Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ નગર દેવીના મંદિર પર લાગ્યું કર્ણાવતીનું બોર્ડ, ફરી ઉઠ્યો 'કર્ણાવતીનો મુદ્દો,જાણો સમગ્ર મામલો..?

એકવાર ફરી અમદાવાદનું નામ 'કર્ણાવતી' કરવા માંગ ઉઠી રહી હોય તેવાં દ્રશ્યો સર્જાયા. કારણ કે અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના મંદિરે કર્ણાવતીનગરનો બોર્ડ લગાવવામાં આવ્યા છે.

અમદાવાદ નગર દેવીના મંદિર પર લાગ્યું કર્ણાવતીનું બોર્ડ, ફરી ઉઠ્યો કર્ણાવતીનો મુદ્દો,જાણો સમગ્ર મામલો..?
X

એકવાર ફરી અમદાવાદનું નામ 'કર્ણાવતી' કરવા માંગ ઉઠી રહી હોય તેવાં દ્રશ્યો સર્જાયા. કારણ કે અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના મંદિરે કર્ણાવતીનગરનો બોર્ડ લગાવવામાં આવ્યા છે. એટલે કે અમદાવાદ કે કર્ણાવતી નગરના નામનો વિવાદ ફરીવાર વધ્યો. મહત્વનું છે કે, છેલ્લાં ઘણા સમયથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવા પર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે નગર દેવી ના મંદિરે કર્ણાવતી નું બોર્ડ લાગતા ફરીવાર ચર્ચા છેડાઈ છે

માનવામાં આવી રહ્યું છે કે વર્ષો પહેલા પહેલાં અમદાવાદનું નામ કર્ણાવતી હતું અને સમાજ તરીકે આપણે હંમેશા આપણા ઈતિહાસને ફરીથી પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરતા રહીએ છીએ. આથી બસ આ જ કારણ છે કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ ઉઠી રહી છે.તમને વધુમાં જણાવી દઇએ કે, ભાજપના શાસનકાળમાં છેક વર્ષ 1990માં અમદાવાદનું નામ બદલીને 'કર્ણાવતી' કરવાનો ઠરાવ કરાયો છે, પરંતુ તત્કાલીન સત્તાધીશો માત્ર કાગળ પર ઠરાવ કરી તેને હકીકતમાં અમલમાં મૂકવાની હિંમત દાખવી શક્યા નથી. જો કે અમદાવાદના નામકરણ નો મામલો જ્યારે પણ ગરમાય છે ત્યારે કેટલાક લોકો શહેરનું નામ 'આશાવલ' રાખવાનો પણ આગ્રહ રાખે છે.

ઘણી વખત અમદાવાદનું નામ બદલીને શહેરનું નામ 'કર્ણાવતી' કરવાની માંગ ઉઠી છે. પરંતુ હજુ સુધી તેનું નામકરણ થયું નથી. જો કે, કેટલાક લોકોને એવો પણ આગ્રહ છે કે આ શહેરનું નામ 'અમદાવાદ' જ રહેવું જોઈએ. જ્યારે કેટલાક લોકો અમદાવાદનું નામ 'આશાવલ' રહેવું જોઇએ.અમદાવાદની આસપાસનો વિસ્તાર 11મી સદીથી વસવાટ ધરાવે છે અને તે આશાપલ્લી અથવા તો આશાવલ નામથી ઓળખાતો હતો. તે વખતે અણહિલવાડના સોલંકી રાજા કર્ણદેવે આશાવલ ભીલ રાજા સામે યુદ્ધ જાહેર કર્યું અને 'કર્ણાવતી' નામના શહેરની સ્થાપના કરી, જે અત્યારે સાબરમતી નદી પાસેનો મણિનગર વિસ્તાર તરીકે ઓળખાય છે.સમય જતા અમદાવાદ નામ અપાયું હવે વર્ષો બાદ ફરીવાર કર્ણાવતી નામ જાહેર કરવાની માંગ ઉઠી રહી છે

Next Story