Connect Gujarat
અમદાવાદ 

જુઓ અમદાવાદ પોલીસ કમિશ્નરે એવું શું કર્યું કે થઇ રહી છે પ્રશંસા..?

પોલીસ કમિશનરે એક યુવા વિકલાંગ ક્રિકેટ પ્રેમીને ફાઇનલ મેચ જોવા મદદ કરી અને આ યુવા વિકલાંગ દર્શકે VVIP બોક્સમાંથી મેચની મજા માણી

જુઓ અમદાવાદ પોલીસ કમિશ્નરે એવું શું કર્યું કે થઇ રહી છે પ્રશંસા..?
X

અમદાવાદ ઓઢવ ના જાણીતા ગાયનેક ડો. રાજકુમાર ખુબ ચંદાની અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નો માનવતાવાદી અભિગમ ની ચારેકોર પ્રશંસા થઈ રહી છે કારણ છે એક યુવા વિકલાંગ દર્શક શહેર પોલીસ કમિશનરે એક યુવા વિકલાંગ ક્રિકેટ પ્રેમીને ફાઇનલ મેચ જોવા મદદ કરી અને આ યુવા વિકલાંગ દર્શકે વીવીઆઈપી બોક્સમાંથી મેચની મજા માણી હતી.

અમદાવાદના ઓઢવના જાણીતા ગાયનેક ડો. રાજકુમાર ખુબ ચંદાની પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ને કોલ કર્યો. તેમની વિનંતી હતી કે તેમના સંપૂર્ણ વિકલાંગ પુત્ર આયુષને ક્રિકેટનો એટલો શોક છે કે તેણે IPLનો એક પણ બોલ મિસ કર્યો નથી તેમની વિનંતી હતી કે તેમના સંપૂર્ણ વિકલાંગ પુત્ર આયુષને ક્રિકેટનો એટલો શોક છે કે તેણે IPLનો એક પણ બોલ મિસ કર્યો નથી. હવે ફાઇનલ અમદાવાદમાં રમાઇ રહી છે અને તેમાં ગુજરાતની ટીમ રમી રહી છે.

જો પોલીસની મદદ મળે તે તેઓ વિકલાંગ પુત્રને લઈને સ્ટેડિયમ પર સરળતાથી જઇ શકે. પાર્કિંગ ઘણું દુર હોવાથી દીકરાને વ્હીલ ચેર માં લઇ જવો શક્યો નથી. બંદોબસ્ત ને કારણે સ્ટેડિયમ સુધી તેમની ગાડી જઇ શકે નહિ. બીજી તરફ લીફ્ટ માટે પણ તકલીફ થતી હોય છે. ડોક્ટરની વાત સાંભળ્યા બાદ પોલીસ કમિશનરને પૂછ્યું કે તેઓ શું મદદ કરી શકે? સામે છેડેથી ફરીથી વિનંતી થઈ કે જો પોલીસે આયુષને લઇને જતી કાર સ્ટેડિયમના ગેટ સુધી જવા દે તો ચોક્કસ આયુષ મેચ જોઇ શકે. કડક છાપ ધરાવતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ તરત જ વ્યવસ્થા કરી ડોક્ટર રાજકુમાર કોલ કર્યો કે આયુષ ચોક્કસ મેચ જોવા જશે તમે તેની ચિંતા કરશો નહિ.

કમિશનર ઓફિસ પરથી ડો. રાજકુમારનો સંપર્ક કરાયો અને તેમને બે વીવીઆઇપી પાસની વ્યવસ્થા કરી આપવામાં આવી. એટલું જ નહિ પરંતુ રવિવારે ફાઇનલ મેચના કલાક પહેલાજ આયુષને લઇને તેના ભાઈ આર્યને ઇન્દિરા બ્રિજ પાસે બોલાવ્યો અને પોલીસ કમિશનરે ખાસ તેમની ગાડી માટે એક પાયલોટ કાર ફાળવી દીધી. પાટલોટ કાર સાથે આયુષ ભાઇ આર્ય સાથે સ્ટેડીયમ પહોંચી ગયો વીવીઆઇપી બોક્સમાં ગોઠવાઇ ગયો અને આખી મેચ મજાથી માણી. એટલું જ નહિ તેને મદદરૂપ થવા માટે કમિશ્નરને એક પોલીસ કર્મીને પણ તેની સાથે રહેવા સૂચના આપી હતી. માટે પોલીસકર્મીએ પણ આયુષ સાથે બેસીને મેચ નિહાળી.

Next Story