Connect Gujarat
અમદાવાદ 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 કેસ નોંધાયા; 3,43,187 લોકોનું રસીકરણ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 કેસ નોંધાયા; 3,43,187 લોકોનું રસીકરણ
X

રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,43,187 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી 226 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 221 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,637 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે.

રાજ્યમાં રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 171 લોકોને પ્રથમ ડોઝ અને 4525 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 થી વધારેની ઉંમરના 81989 નાગરિકોને રસીનો પ્રથમ અને 39558 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18-45 વર્ષના નાગરિકોને 1,85,965 દર્દીઓને રસીનો પ્રથમ જ્યારે 30979 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,43,187 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,44,19,588 ડોઝ અપાઇ ચુક્યા છે.

Gઆજરોજ અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 2, આણંદ 1, જામનગર 1, જૂનાગઢ 1, મહેસાણા 1, નવસારી 1, પાટણ 1, વડોદરા 1 કેસ નોંધાયો છે.

Next Story