Connect Gujarat
Featured

અમદાવાદ : 175 કીલો સોનું અને 200 કિલોથી વધારે ચાંદીની થશે ખરીદી

અમદાવાદ : 175 કીલો સોનું અને 200 કિલોથી વધારે ચાંદીની થશે ખરીદી
X

અમદાવાદમાં આજે પુષ્ય નક્ષત્રના દિવસે 175 કિલો સોનું અને 200 કિલો ચાંદીનું વેચાણ થવાનો અંદાજ છે, જેમાંથી 50 ટકાથી વધુનાં એડવાન્સ બુકિંગ થઈ ગયા હોવાનું જ્વેલર્સ જણાવી રહ્યા છે. પરંતુ કોરોના અને ઊંચા ભાવના કારણે ગયા વર્ષ કરતાં આ વર્ષે પુષ્યનક્ષત્રે સોના-ચાંદીનું વેચાણ સરેરાશ 30 ટકા ઘટવાનો અંદાજ છે.

અમદાવાદ સૌથી મોટા જવેલર્સ એબી જવેલર્સના મનોજ સોનીએ જણાવ્યું કે, આ વખતે 100 કરોડથી વધુનાં સોના-ચાંદીનું વેચાણ થવાનો અંદાજ છે, જેમાંથી 50થી 70 કરોડના એડવાન્સ બુકિંગ થયા છે. હાલ 10 ગ્રામદીઠ 24 કેરેટનો ભાવ 54 હજાર છે, જે ગયા વર્ષે 38 હજાર હતો. ગયા વર્ષની સરખામણીએ કિંમતની દૃષ્ટિ વેચાણ વધશે, પણ જથ્થાની રીતે વેપાર 25થી 30 ટકા ઓછો રહેવાનો અંદાજ છે પુષ્ય નક્ષત્રના દિવસે થનારા સોનાના કુલ વેચાણમાં 70 ટકાથી વધુ હિસ્સો જ્વેલરીનો રહેશે. જ્યારે રોકાણ માધ્યમથી ખરીદનારા ગ્રાહકોનો હિસ્સો 30 ટકા રહેશે. આ વર્ષે કોરોનાને કારણે વેપારને સરેરાશ 25થી 30 ટકા અસર પડી છે. જોકે કિંમતની રીતે જોઈએ તો ગત વર્ષ જેટલા રૂપિયાનું જ વેચાણ થશે, પરંતુ વોલ્યુમમાં નજીવો ઘટાડો થશે.

આ વખતે 59 વર્ષ બાદ લક્ષ્મીનારાયણ યોગમાં પુષ્ય નક્ષત્ર આવી રહ્યું છે. આથી પુષ્ય નક્ષત્રમાં ખરીદી સ્થાયી સમૃદ્ધિ આપશે તેમ જ્યોતિષીઓનું માનવું છે. શનિવારે અને રવિવારે પુષ્ય નક્ષત્ર હોવાથી તે શનિ પુષ્ય અને રવિ પુષ્ય નક્ષત્ર પણ કહેવાય છે આમ કોરોનાની મહામારી બાદ પ્રથમ વખત સોના ચાંદીમાં ઘરાકી દેખાઈ રહી છે અને ગ્રાહકો પણ જવેલર્સની દુકાનો સુધી પોહચી રહયા છે.

Next Story