Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : અંનડિટેક્ટ મર્ડર કેસ ક્રાઇમબ્રાંચ દ્વારા ઉકેલાયો

અમદાવાદ : અંનડિટેક્ટ મર્ડર કેસ ક્રાઇમબ્રાંચ દ્વારા ઉકેલાયો
X

અમદાવાદના વેજલપુર વિસ્તારની ફતેહવાડી નજીક કેનાલમાંથી એક ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. વેજલપુર પોલીસ દ્વારા તપાસ કરતાં શંકા જતાં પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી આદરી હતી. શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ કેસની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવતા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

અમદાવાદ જેવા મોટા શહેરમાં હત્યા કરવી એ સામાન્ય બાબત બની ગઈ છે. માત્ર ૮૦૦૦ રૂપિયાની લેતીદેતીના કારણે જૂન મહીનાની ૨૪ તારીખે સાંજે ૪.૩૦ કલાકે વેજલપુર વિસ્તારની ફતેહવાડી કેનાલના ગરનાળામાં એક ઇસમને મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ વેજલપુર પોલિસ કાફલો દોડી આવ્યો હતો.

આ સમગ્ર બનાવ અંગે વેજલપુર પોલીસ દ્વારા ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ મામલાની ઊંડાણ પૂર્વક તપાસ ક્રાઇમ બ્રાંચની સંયુક્ત ટિમ દ્વારા કરવામાં આવતા મોહમ્મદ ઉજેબિર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે 3 આરોપીઓમાંથી હજુ એક આરોપીની જ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી વધુ પૂછતાછ કરતાં જણાવ્યુ હતું કે, અમે બધા સાથે ફર્નિચરનું કામ કરતા હતા ત્યારે તે વિકાસ પાંડે ને ત્યાં ફર્નિચરનું કામ કર્યું હતું. જેના કામ પેટે બાકી નીકળતા રૂપિયા ૮૦૦૦ હતા.

જેના માટે આરોપી જુનેદ અને ઉજર તેનેપોતાના ઘરે બોલાવી ઝઘડો કર્યો હતો જેનાથી તેઓના વચ્ચે તકરાર થઈ હતી. ત્યાર બાદ આ આરોપીઓ દ્વારા વિકાસ પાંડેનું ગળુ અને મોઢું દબાવીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા બાદ તેના મૃતદેહને ફતેહવાડીની કેનાલમાં ફેંકી દેવામાં આવી હતો. એક અઠવાડિયા સુધી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતા એક આરોપી મળી આવ્યો હતો પરંતુ હજુ સુધી બે આરોપી નાસતા ભાગતા ફરે છે. જે બે આરોપીઓને પણ પોલીસ દ્વારા વહેલી તકે જડપી લઈ જેલ ભેગા કરવાની તૈયારી બતાવી છે.

Next Story