Connect Gujarat

AICTEએ આંતરાષ્ટ્રિય સ્કિલ એસેસમેન્ટ કંપની વીબોક્ષ સાથે કરી પાર્ટનરશીપ

AICTEએ આંતરાષ્ટ્રિય સ્કિલ એસેસમેન્ટ કંપની વીબોક્ષ સાથે કરી પાર્ટનરશીપ
X

ભારતીય વિદ્યાર્થીઓના રોજગારલક્ષી કૌશલ્યમાં વધારો થાય અને તેમના માટે નોકરીની તકો વધે તે હેતુથી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશને વૈશ્વિક ઓનલાઇન સ્કિલ એસેસમેન્ટ કંપની વીબોક્ષ સાથે પાર્ટનરશીપ કરી છે.

આ ભાગીદારી હેઠળ વીબોક્ષ એમ્પ્લોયએબીલીટી સ્કિલ ટેસ્ટ આયોજીત કરશે. જેનો હેતુ દરેક ઉમેદવારની ન્યુમેરિકલ એપ્ટીટ્યુડ, પ્રોબ્લેમ સોલ્વિંગ, અંગ્રેજી, કોમ્પ્યુટિંગ સ્કીલ અને સાયકોમેટ્રીકમાં કેટલી ક્ષમતા છે તે ચકાસવાનો છે.

એઆઇસીટીઇના ચેરમેન અનિલ દત્તાત્રેયે શુક્રવારે જણાવ્યું હતું કે બિઝનેસ સ્કુલ અને ટેકનિકલ સ્કુલના વિદ્યાર્થીઓ વીબોક્ષના એમ્પ્લોયએબિલીટી સ્કિલ ટેસ્ટ દ્વારા તેમની એમ્પ્લોએબીલીટીની સાચી ક્ષમતાનો અંદાજ લગાવી શકશે.

ભારતમાં એવા ઘણાં ક્ષેત્રો છે જ્યાં કુશળ મેન પાવરની ખોટ છે. જેમાં આઇટી, બીએફએસઆઇ, ફાર્મા, હેલ્થકેર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટો, રિટેલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો સમાવેશ થાય છે.

Next Story
Share it