Connect Gujarat
Featured

એર સ્ટ્રાઈક પર બની રહેલી ફિલ્મમાં વિજય દેવરકોન્ડા 'અભિનંદન'ના મુખ્ય રોલમાં જોવા મળશે

એર સ્ટ્રાઈક પર બની રહેલી ફિલ્મમાં વિજય દેવરકોન્ડા અભિનંદનના મુખ્ય રોલમાં જોવા મળશે
X

બાલાકોટ એર સ્ટ્રાઇક પર એક વધુ ફિલ્મની ઘોષણા થવાની છે. અભિષેક કપૂરના દિગ્દર્શનમાં બનવાની ફિલ્મમાં વિજય દેવરકોંડા વિંગ માસ્ટર અભિનંદનનું પાત્ર ભજવશે. જેને ભારત-પાકિસ્તાન સ્ટેન્ડ ઓફ થી ૬૦કલાક સુધી પાકિસ્તાનમાં કેદી બનાવીને જેલમાં ગોંધી રાખ્યો હતો. આ ફિલ્મમાં એર સ્ટ્રાઇક અને અભિનંદનની ભારત વાપસી દર્શાવામાં આવશે.

વિજય દેવરકોંડા સાઉથની ઇન્ડસ્ટ્રીનો સફળ અભિનેતા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વરસે જ અભિષેક કપૂરે બાલાકોટ એરસ્ટ્રાઇક પર આધારિત ફિલ્મ બનાવાની ઘોષણા કરી હતી. આ સાથે તેણે એમ પણ જણાવ્યું હતું કે, આ ફિલ્મના નિર્માણ માટે સંજય ભણશાલી અને ભૂષણ કુમારે હાથ મેળવ્યા છે.

૧૪ ફેબ્રુઆરીએ પુલવામાં થયેલા હુમલામાં ૪૦ જવાનો શહિદ થઇ ગયા હતા. આ પછી ૨૬ ફેબ્રુઆરીની સવારે ભારતીય વાયુ સેનાએ બાલાકોટ એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં ભારતીય યુદ્ધ વિમાનોએ પાકિસ્તાનના જેશ-એ-મહોમ્દ ટેરરિસ્ટ કેમ્પને ધવ્સ્ત કર્યો હતો.

Next Story