વધુ

  એરટેલ પ્રી-પેઈડમાં “એરટેલ થેન્ક્સ એપ” હવે ગ્રાહકો માટે ગુજરાતી ભાષામાં પણ રહેશે ઉપલબ્ધ

  Must Read

  25 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય...

  એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ‘ડાંગ એક્સ્પ્રેસ’ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક

  સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું દુર્ગાષ્ટમીના દિવસે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે....

  અમદાવાદ : સાણંદના યુવાને વિદેશી મહિલા સાથે કરી છેતરપીંડી, જુઓ પોલીસે કેવી રીતે કરી મદદ

  સામાન્ય રીતે પોલીસની છાપ પ્રજામાં હંમેશા માટે નકારાત્મક હોય છે. અનેક સારા કામ કરવા છતાં લોકો હંમેશા...

  એરટેલ મોબાઈલ નેટવર્ક કંપની દ્વારા પ્રી-પેઈડ સેવાની “એરટેલ થેન્ક્સ એપ” હવે ગ્રાહકો માટે ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધા ગ્રાહકોના એપ્લિકેશન માટેના અનુભવને વ્યાપક પ્રમાણમાં સરળ બનાવશે અને તેમને એરટેલની આકર્ષક ડિજિટલ સેવાઓની પૂર્ણ સંભાવનાઓને અનલૉક કરવામાં મદદ કરશે.

  આજના ડિજિટલ યુગમાં ભારતી એરટેલએ પ્રી-પેઈડ ગ્રાહકો માટે “એરટેલ થેન્ક્સ એપ” પર ગુજરાતી ભાષા લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા એન્ડ્રોઈડ પર લાઈવ છે અને ટૂંક સમયમાં આઈઓએસ ઉપર પણ ઉપલબ્ધ બનશે. સ્માર્ટફોનનો પ્રસાર વધવાની સાથે ખાસ કરીને નાના શહેરો અને ગામડાઓમાં ગ્રાહકો પ્રાદેશિક ભાષામાં ઓનલાઈન સુવિધા તરફ નજર દોડાવતા હોય છે. “એરટેલ થેન્ક્સ એપ” પર આ નવી સુવિધા લોકો વધુ અપનાવશે તેમજ ભાષાના અવરોધો દૂર કરીને એરટેલ ગ્રાહકો માટે યુઝર અનુભવ વધુ સરળ બનશે જેથી એરટેલ સાથે વાતચીત કરવામાં તેઓ વધુ અનુકૂળતા અનુભવશે.

  “એરટેલ થેન્ક્સ એપ” એરટેલની બધી જ સેવાઓ માટેનો એક ડિજિટલ ગેટવે છે. તે ગ્રાહક એઆરપીયુ પર આધારિત કસ્ટમાઈઝ્ડ ઈન્ટરફેસ-સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ સાથે આવે છે. આ એપ એરટેલ સ્માર્ટફોન ગ્રાહકોને ડિજિટલ સેલ્ફ કેર એક્સેસની મંજૂરી આપે છે. જેથી ગ્રાહકો રીચાર્જ અને બીલની ચૂકવણી કરી શકે છે તેમજ રીયલ ટાઈમ ડેટા વપરાશ તથા બેલેન્સની વિગતો ચકાસી શકે છે. ગ્રાહકો એપ મારફત માત્ર કેટલીક ક્લિકથી લોગ સર્વિસ સંબંધિત સમસ્યાઓનો પણ ઉકેલ લાવી શકે છે. આ એપ એરટેલની ડિજિટલ મનોરંજન લાઈબ્રેરીના પ્રીવ્યુ સાથે ડિજિટલ પેમેન્ટ્સ અને નાણાકીય સેવાઓની પણ સુવિધા આપે છે.

  એરટેલના ચીફ પ્રોડક્ટ ઓફિસર આદર્શ નાયરે જણાવ્યું હતું કે, એરટેલ ગ્રાહકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા અને ડિજિટલ ટેક્નોલોજી મારફત તેમના અનુભવને વધુ સારો બનાવવા હંમેશા ઉત્સુક હોય છે. ભારત એક સ્માર્ટફોન રાષ્ટ્રમાં પરિવર્તિત થઈ રહ્યું છે ત્યારે એરટેલ થેન્ક્સ એપના 35 ટકા જેટલા યુઝર્સ ટાયર 2/3 શહેરો અને ગ્રામીણ બજારોમાંથી આવે છે. વ્યાપક સ્તર પર પ્રાદેશિક ભાષાઓની સહાય સાથે એરટેલ થેન્ક્સ એપ આ ગ્રાહકો માટે વધુ સુસંગત અને વપરાશ માટે સુલભ બની છે અને તેમને એરટેલની આકર્ષક ડિજિટલ સેવાઓની બધી જ સંભાવનાઓને અનલૉક કરવા સક્ષમ બનાવે છે.

  એરટેલ પ્રી-પેઈડ મોબાઈલ ગ્રાહકો હવે અનેક ભારતીય ભાષાઓમાં એરટેલ થેન્ક્સ એપનો અનુભવ માણી શકશે. આ ભાષાઓમાં હિન્દી, ગુજરાતી, તેલુગુ, બંગાળી, મરાઠી, તમિલ, મલયાલમ અને પંજાબીનો સમાવેશ થાય છે. આગામી સપ્તાહોમાં કન્નડ, આસામી અને ઓડિયા સહિતની કેટલીક અન્ય પ્રાદેશિક ભાષાઓ માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે. “એરટેલ થેન્ક્સ એપ” એરટેલની ઈન-હાઉસ એન્જિનિયરિંગ ટીમ દ્વારા ડિઝાઈન કરવામાં અને વિકસાવવામાં આવી છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here

  Latest News

  25 ઓક્ટોબરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

  મેષ (અ, લ, ઇ):હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય...

  એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ‘ડાંગ એક્સ્પ્રેસ’ સરિતા ગાયકવાડની DYSP તરીકે નિમણૂંક

  સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરનાર સરિતા ગાયકવાડનું દુર્ગાષ્ટમીના દિવસે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા...
  video

  અમદાવાદ : સાણંદના યુવાને વિદેશી મહિલા સાથે કરી છેતરપીંડી, જુઓ પોલીસે કેવી રીતે કરી મદદ

  સામાન્ય રીતે પોલીસની છાપ પ્રજામાં હંમેશા માટે નકારાત્મક હોય છે. અનેક સારા કામ કરવા છતાં લોકો હંમેશા પોલીસને નકારાત્મક દ્રષ્ટિ એ જ...
  video

  નર્મદા : પીએમ મોદીના આગમન પહેલા જંગલ સફારી બંધ કરાયું, સેનેટાઈઝની પ્રક્રિયા ધરાઇ હાથ

  આગામી 31મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લેવાની શક્યતાના પગલે પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે....

  ભરૂચ : કીમથી ગુમ થયેલી બાળકીનું પોલીસે કરાવ્યું પરિવારજનો સાથે મિલન

  ભરૂચ પોલીસ અને શહેરના એક જાગૃત નાગરિકની મદદથી સગીરાનું તેના પરિવારજનો સાથે પુન:મિલન થયું છે કીમના તવક્કલ નગરમાં રહેતી સગીરાનો તેની બહેન...

  More Articles Like This

  - Advertisement -