Connect Gujarat
દુનિયા

અલાસ્કાના દક્ષિણી કેનાઈ ઉપદ્વીપમાં 7.0 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

અલાસ્કાના દક્ષિણી કેનાઈ ઉપદ્વીપમાં 7.0 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
X

અલાસ્કાના દક્ષિણી કેનાઈ ઉપદ્વીપમાં 7.0 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ શક્તિશાળી ભૂકંપ બાદ દ્વીપ પર સુનામી માટે પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. ‘નેશનલ ઓશિયનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશને’ આ અંગેની જાણકારી જાહેર કરી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="75158,75159,75160,75161"]

ભૂકંપ બાદ સુનામી માટે એલર્ટ કરાયાના થોડા જ સમયમાં એલર્ટને રદ કરી દેવામાં આવ્યું હતું. એજન્સીના યૂએસ સુનામી વોર્નિંગ સિસ્ટમના સત્તાવાર બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ઉત્તરી અમેરિકામાં અન્ય અમેરિકી અને કેનેડિયન પેસેફિક તટીય વિસ્તારો પર સુનામીનો ખતરો છે.’ જ્યારે પેસેફિક મહાસાગર સુનામી ચેતવણી કેન્દ્રએ કહ્યું કે, દ્વીપને સુનામીનો કોઈ જ ખતરો નથી.

Next Story