Connect Gujarat
ગુજરાત

ઓલપાડ: આર્મી જવાનોના ઘરે જઈ કીમની ધો.૧ અને પાંચની વિદ્યાર્થીનીઓએ કર્યું કંક એવું કે...

ઓલપાડ: આર્મી જવાનોના ઘરે જઈ કીમની ધો.૧ અને પાંચની વિદ્યાર્થીનીઓએ કર્યું કંક એવું કે...
X

ઓલપાડ તાલુકાના કીમ ગામની ધોરણ ૧ માં અને ધોરણ ૫ માં અભ્યાસ કરતી બે બહેનોએ માતા પિતા સાથે હાલમાં ફરજ બજાવતા જવાનો અને શહીદ થયેલ જવાનોના પરિવારના ઘરે જઈ તેઓનું સન્માન કરે છે.ત્યારે"આપના થકી અમે છીએ"નામની પહેલના ભાગરૂપે ઓલપાડના રાજનગર ગામના અને 9 Mechanised Infantry Regiment માં ફરજ બજાવતા આર્મી જવાન ઘરે પહોંચી તેમનું સન્માન કર્યું હતું .

ઓલપાડ તાલુકાના કીમ ગામની બે બહેનોએ તેમના માતા પિતાની સાથે

હાલમાં ફરજ બજાવતા આર્મી જવાનો અને શહિદ થયેલા જવાનના પરિવારને સન્માનિત કરે

છે.ત્યારે "આપના થકી અમે છીએ" પહેલ અંતર્ગત ઓલપાડના રાજનગર ગામે રહેતા

અને પંજાબ ખાતે 9 Mechanised

Infantry Regiment મા ફરજ બજાવતા આર્મી જવાન અજયસિંહ ઠાકોરના

ઘરે પહોંચી આર્મી જવાનને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. માતા પિતા સાથે આર્મી

ડ્રેશ પહેરીને પહોંચેલી ધોરણ ૧ માં ભણતી બંસરી ઠાકોર અને ધોરણ ૫ મા ભણતી હેત્વી

ઠાકોરને જોઈ આર્મી જવાન અને પરિવારે ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો.

સાથે સાથે આ કાર્યને બિરદાવી બન્ને બાળાઓને આશીર્વાદ આપ્યા

હતા. પંજાબ ખાતે છેલ્લા ૧૫ વર્ષથી ફરજ

બજાવી રહ્યા છે.ત્યારે દેશની રક્ષા કરતા વીર જવાન અજયસિંહ ઠાકોરને કુમ કુમ તિલક કરી,મીઠાઈ ખવડાવી અને

પરિવારને મળી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.જેનાથી પરિવાર અને ખાસ કરી આર્મી જવાન

અજયસિંહ ઠાકોરે બન્ને બહેનો અને માતાપિતાના આ કાર્યને આવકારી ખુબજ આનંદિત થયા

હતા.પરિવાર અને મિત્રોએ આ કાર્યને આવકાર્યો હતો.

Next Story