Connect Gujarat
Featured

ભારતમાં 'એમેઝોન પ્રાઇમ ડે' 6 ઑગસ્ટથી શરુ થશે

ભારતમાં એમેઝોન પ્રાઇમ ડે 6 ઑગસ્ટથી શરુ થશે
X

દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોને તેના પ્રાઈઝ મેમ્બર્સો માટે પ્રાઇમ ડે સેલની જાહેરાત કરી છે. દેશભરના ગ્રાહકો એમેઝોનના પ્રાઇમ ડે સેલની રાહ જોતા હોય છે. એમેઝોન ભારતમાં તેના ચોથા વર્ષમાં પ્રાઇમ ડે સેલ 6 ઓગસ્ટની મધ્યરાત્રિથી શરૂ કરશે અને આ સેલ 48 કલાક ચાલશે. આમાં મેમ્બર્સોને તેમના ઘરે આરામ અને સલામતી સાથે બે દિવસ સુધી ઉત્તમ શોપિંગ, બચત અને બ્લોકબસ્ટર મનોરંજન પણ મળી રહેશે.

પ્રાઇમ સાથે 19 દેશોમાં 150 કરોડથી વધુ પેઇડ પ્રાઇમ સભ્યો છે. આ દેશોમાં ભારત પણ શામેલ છે. આ વર્ષે, 2020 માં આ ફેસ્ટિવલ દ્વારા, કંપની તેના ગ્રાહકોને 300 નવા ઉત્પાદનો રજૂ કરશે. પહેલા આ ઉત્પાદનો પ્રાઇમ સભ્યો માટે હશે અને ત્યારબાદ અન્ય લોકો તેને ખરીદી શકશે.

કંપનીએ જણાવતા કહ્યું છે કે, જે લોકો એચડીએફસી બેન્કના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરશે તેમને અલગથી 10 ટકાની છૂટ આપવામાં આવશે.

પ્રાઇમ ડે અંતર્ગત ગ્રાહકોને સ્માર્ટફોન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સિસ, ટીવી, કિચન, ડેઇલી એસેન્શિયલ્સ, રમકડાં, ફેશન અને બ્યુટી સેગમેન્ટમાં સારી ડીલ્સ મળશે.

Next Story