Connect Gujarat
Featured

અંબાજી : રૂત્ર સૂક્તના અભિષેક સહીત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ચુંદડીવાળા માતાજીને અપાઈ સમાધિ

અંબાજી : રૂત્ર સૂક્તના અભિષેક સહીત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ચુંદડીવાળા માતાજીને અપાઈ સમાધિ
X

શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા યાત્રાધામ અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સમાધિ આપવામાં આવી હતી, ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તોએ ચૂંદડીવાળા માતાજીના અંતિમ દર્શન કર્યા હતા.

યાત્રાધામ અંબાજી ખાતે શાસ્ત્રોક્ત વિધિ સહિત રૂત્ર સૂક્તના અભિષેક દ્વારા વિવિધ નદીઓના જળ લાવી ચુંદડીવાળા માતાજીને સમાધી આપવામાં આવી હતી. ચુંદડીવાળા માતાજીને આજે સવારે સ્નાન બાદ તેમના નશ્નરદેહને પાંચ પ્રકારના લેપ લગાવી શણગાર સજીને સમાધી સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા હતા. ચુંદડીવાળા માતાજી જ્યાં બિરાજમાન હતા, ત્યાં ગાદી નજીક 8 ફૂટ ઊંડા ખાડામાં માતાજીને બેસાડીને પરિવારના સભ્યો તેમજ આશ્રમના સંચાલકોની ઉપસ્થિતિમાં સમાધી આપવામાં આવી હતી.

હાલ દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ આવશ્યક છે, ત્યારે ચુંદડીવાળા માતાજીના આશ્રમ ખાતે માતાજીની સમાધિ વિધિની ભક્તો ઓનલાઈન દર્શન કરે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ચુંદડીવાળા માતાજીના લાઈવ દર્શન ભક્તો કરી શક્યા ન હતા. પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.

Next Story