Connect Gujarat
Featured

ઈતિહાસમાં પહેલીવાર ચૈત્રી નવરાત્રી નિમિત્તે જગત જનની માં અંબાના દર્શન થશે Live, માઇભકતો માટે કરાઇ સુંદર વ્યવસ્થા

ઈતિહાસમાં પહેલીવાર ચૈત્રી નવરાત્રી નિમિત્તે જગત જનની માં અંબાના દર્શન થશે Live, માઇભકતો માટે કરાઇ સુંદર વ્યવસ્થા
X

કોરોના વાઇરસની દહેશતના પગલે જગત જનની માં અંબાનું મંદિર ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે, ત્યારે આજથી શરૂ થતા ચૈત્રી નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખી ઈતિહાસમાં પહેલીવાર ઘટ સ્થાપન અને માતાજીની આરતી લાઇવ નિહાળી શકાશે.

ચૈત્રી નવરાત્રીનો આજથી આરંભ થઇ રહ્યો છે, ત્યારે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં ભક્તો જે રેલિંગ પાસે ઉભા રહે છે, ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કરવામાં આવશે. કોરોના વાઇરસની દહેશતના પગલે ઘટ સ્થાપનની આ કામગીરી દરમ્યાન ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે. ઉપરાંત ચૈત્રી નવરાત્રિમાં અને મા અંબાના દર્શન વગર અનુષ્ઠાન અધૂરા રહેતા હોય છે, ત્યારે ઈતિહાસમાં પહેલીવાર શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરમાં થતી ભક્તિ ભાવપૂર્વક ગવાતી મા અંબાની આરતીનો જીવંત નજારો દેશ-વિદેશના કરોડો માઇભકતો માણી શકશે.

Next Story