Connect Gujarat
Featured

અમદાવાદ : ડોર ટૂ ડોર વેક્સીન સર્વેની આજથી શરૂઆત, 13 ડિસેમ્બર સુધી કરાશે સર્વે

અમદાવાદ : ડોર ટૂ ડોર વેક્સીન સર્વેની આજથી શરૂઆત, 13 ડિસેમ્બર સુધી કરાશે સર્વે
X

કોરોના સામે રક્ષણ મેળવવા રસી અંતિમ તબક્કામાં છે ત્યારે વેક્સિનેશનની પ્રક્રિયા માટે ડોર ટૂ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. દરેક જિલ્લા તેમજ તાલુકામાં સર્વેનો ડેટા તૈયાર કરી સરકાર રસીકરણની પ્રક્રિયા શરૂ કરશે. જેના ભાગરૂપે આજે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેની ટિમ પહોંચી હતી અને સર્વે હાથ ધર્યો હતો.


દેશભરમાં કોરોના વેક્સીનને લઇ આજથી સર્વે શરુ થયો છે ત્યારે રાજ્યના તમામ જિલ્લા મથક અને તાલુકા મથકે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવશે. આજથી 13 ડિસેમ્બર સુધી આ સર્વે કરવામાં આવશે. જેના ભાગરૂપે આજે અમદાવાદમાં પણ સર્વેની કામગીરી શરુ કરવામી આવી છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં ઘરે ઘરે વેક્સીન માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.



આ કામગીરી માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથકદીઠ ટીમની રચના થાય છે એ રીતે સરવે ટીમ બનાવીને કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. સૌથી પહેલા આરોગ્ય વિભાગને વેક્સિન આપવામાં આવશે. રસી આપવા માટે તાલુકા નક્કી કરાયા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના વેક્સિન આપવા માટેની તૈયારીઓ અગાઉથી જ આરંભી દીધી હતી. આ વેક્સીન 4 સ્ટેજમાં આપવામાં આવશે, જેમાં સૌપ્રથમ હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે, જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 40 હજાર જેટલા કર્મચારીઓની યાદી તૈયાર કરી દેવાઈ છે અને આ યાદી રાજ્ય સરકારમાં મોકલી દેવામાં આવી છે.

રાજ્યમાં દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનને તથા જિલ્લા તંત્રને આ સરવે માટે મતદાન મથક પ્રમાણે તાત્કાલિક મંગળવારે જ ટીમોની રચના કરી દેવાનું તેમજ દરેક ટીમને ઓરિયેન્ટેશન આપવાનું જણાવાયું છે. સરવે ટીમોએ કોમોર્બિડિટીમાં કેન્સર, અવયવ ટ્રાન્સપ્લાન્ટ, કિડનીના રોગો, હૃદયના રોગો, થેલિસિમિયા, સિકલસેલ એનિમિયા, એઈડ્સ, માનસિક રોગો સહિત અસાધ્ય રોગોની માહિતી ધ્યાને લેવા જણાવાયું છે આમ દેશભરની સાથે રાજ્યમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Next Story