Connect Gujarat
ગુજરાત

અમદાવાદમાં પાસના કન્વીનરો વચ્ચે છેડાયું વાકયુધ્ધ, પાસ કન્વીનરો વચ્ચે અંદરોદર હોબાળો થતાં હાર્દિક રવાના

અમદાવાદમાં પાસના કન્વીનરો વચ્ચે છેડાયું વાકયુધ્ધ, પાસ કન્વીનરો વચ્ચે અંદરોદર હોબાળો થતાં હાર્દિક રવાના
X

તા.૧૯મીએ અમદાવાદ ખાતે પાસ કન્વીનરોની એક બેઠક યોજાવાની હતી. આ બેઠક રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથિરાયાને છોડાવવા માટે સોલા ખાતે એક હોટલમાં બેઠક મળી હતી. પાટીદારોની મળેલી બેઠકમાં અંદરો અંદર વાકયુદ્ધ છેડાયુ હતું.

આધારભુત વર્તુળો પાસેથી મળતી માહિતી અનુસાર દિનેશ બાંભણિયા સાથે એક અન્ય પાટીદાર કન્વીનર વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. આ હોબાળા બાદ પાસ કન્વીનરોની મીટિંગ અસ્ત-વ્યસ્ત થઈ ગઈ હોવાનું કહેવામા આવી રહ્યું છે.

આજે અમદાવાદના સોલા ખાતેની હોટલમાં પાટીદાર યુવક અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે પાટીદાર અનામત આંદોલનના કન્વીનરોની બેઠક મળી હતી. આ બેઠકમાં પાસ કન્વીનર અતુલ પટેલ, દિનેશ બાંભણિયા, નરેન્દ્ર પટેલ ઉપરાંત હાર્દિક પટેલ પણ મીટિંગમાં હાજર રહ્યો હતો. એવું કહેવામા આવી રહ્યું છે કે, દિનેશ બાંભણિયાના બોલાવ્યા છતાં હાર્દિક પટેલ સ્ટેજ ઉપર આગળ આવ્યો નહતો. આ વચ્ચે પાસ કન્વીનરો વચ્ચે અંદરોદર હોબાળો થતાં હાર્દિક પટેલ બેઠક અધવચ્ચે જ છોડીને રવાના થઈ ગયો હતો. હાર્દિક ઉપરાંત અન્ય પાસ કન્વીનરો પણ બેઠક છોડીને ચાલ્યા ગયા હતા.

હાર્દિક પટેલના કહેવા અનુસાર, અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ માટે અમે ટેકો આપીશું. આગામી ૨૨મીએ અલ્પેશની મુદ્દત છે તો જરૂરી નહીં કે ૨૬મીએ રેલી કરીએ. આ ઉપરાંત હાર્દિકે કહ્યું કે હોટલના માલિકે અમને બહાર કાઢ્યા હતા. ૨૬મીએ અલ્પેશ માટે મૌન રેલી કઢાશે. તે ઉપરાંત તેવું પણ કહેવામા આવી રહ્યું છે કે, પાસ કન્વીનરોની આ બેઠકમાં હોટલ માલિકે લાઇટ બંધ કરી દેતા હોબાળો થયાની વાત પણ બહાર આવી છે. હોટલ સ્ટાફ અને પાટીદારો વચ્ચે બોલાચાલી પણ થઇ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

Next Story