Connect Gujarat
ગુજરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રશાસન દ્વારા ભારત આવવા વિશે ટૂંક સમયમાં નિર્ણય!

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રશાસન દ્વારા ભારત આવવા વિશે ટૂંક સમયમાં નિર્ણય!
X

આગામી મહિને ૨+૨ મીટિંગમાં સામેલ થવા માટે ભારત આવશે અમેરિકન મંત્રી

આગામી વર્ષે ગણતંત્ર દિવસ પરેડમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. વ્હાઈટ હાઉસે આ વાતનો ખુલાસો કર્યો છે. જોકે આ વિશે વ્હાઈટ હાઉસના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે.

હજી આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે ભારતના વડાપ્રધાન તરફથી આપવામાં આવેલા આમંત્રણના જવાબમાં કહ્યું છે કે, મને ખબર છે કે, રાષ્ટ્રપતિને ભારત આવવાનું આમંત્રણ મળ્યું છે. પણ મને નથી લાગતું કે હજી આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨+૨મીટિંગ દરમિયાન ભારતના ટ્રમ્પ આવવા વિશે વાતચીત કરવામાં આવશે.

ગયા મહિને અમુક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતે ટ્રમ્પને મુખ્ય અતિથિ તરીકે 26 જાન્યુઆરીએ પરેડમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. જોકે તે સમયે તેનો કોઈ સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો નહતો. પરંતુ સારા સેન્ડર્સના નિવેદન પછી સ્પષ્ટ થઈ ગયું કે, ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારત આવવા વિશે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

સેન્ડર્સે બ્રીફિંગ દરમિયાન જણાવ્યું છે કે, અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને રક્ષા મંત્રી જેમ્સ મેટિસ ટૂંક સમયમાં જ દિલ્હીમાં પહેલી ૨+૨મીટિંગમાં સામેલ થવા આવવાના છે. બંને નેતા ભારતમાં તેમના સમકક્ષ નેતા નિર્મલા સીતારમણ અને સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરશે. તેમણે કહ્યું છે કે, ભારત અને અમેરિકાની કૂટનીતિના સંબંધો માટે આ મુલાકાત માટે ખૂબ જરૂરી છે. સેન્ડર્સે કહ્યું છે કે, આ વાતચીતમાં જ ટ્રમ્પ ભારત આવશે કે નહીં તે વિશેનો નિર્ણય લેવામાં આવશે. ૨+૨ મીટિંગ ૬ સપ્ટેમ્બરે થવાની છે.

Next Story