Connect Gujarat
Featured

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હી તથા NCRના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે બેઠક

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હી તથા NCRના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે બેઠક
X

રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90 હજાર નજીક પહોંચી છે. NCRના શહેરો નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામમાં પણ કોરોનાનાા કેસ વધી રહ્યા છે. ત્યારે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહપ્રધાન અમિત શાહે બેઠક બોલાવી છે.

આ બેઠકમાં દિલ્હી તેમજ દિલ્હીની આસપાસના રાજ્યો જેવા કે હરિયાણા, ઉત્તરપ્રદેશ ના મુખ્ય પ્રધાનો ઉપસ્થિત રહેશે, બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે.

ગૃહપ્રધાન અમિત શાહ આ પહેલા દિલ્હી NCRના શહેરોના DM તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે થયેલી આ બેઠકમાં કોરોના અંગે સમગ્ર NCRને એક માનવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું.

Next Story