Connect Gujarat
Featured

બિગ બી વીડિયો શેર કરી આપ્યો મેસેજ જુઓ વિડિઓ

બિગ બી વીડિયો શેર કરી આપ્યો મેસેજ જુઓ વિડિઓ
X

અમિતાભ બચ્ચને કોરોના વાઈરસ વિશે જણાવ્યું હતું કે, વાઇરસ ઘણા અઠવાડિયા સુધી માણસના મળમાં રહે છે. આ માટે આપણે ખૂબ કાળજી લેવી પડશે. બિગ બીનો આ વીડિયો PM મોદીએ પણ તેમના ટ્વિટર પર શેર કર્યો છે.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મંગળવારે એ હકીકત પર પ્રકાશ પાથર્યો છે કે, કોરોના વાઈરસ ઘણા અઠવાડિયા સુધી માનવ ઉત્સર્જનમાં જીવી શકે છે. આ અંગેનો ખુલાસો કરતાં બિગ બીએ પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે.નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ જ કારણ છે કે માખીઓ દ્વારા પણ આ વાઈરસ ફેલાય છે. આવી સ્થિતિમાં તેની સામે યુદ્ધ જીતવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

https://twitter.com/SrBachchan/status/1242820488562216961

અમિતાભે એમ પણ કહ્યું હતું કે, આ સમયે જ્યારે દેશ કોરોના વાઈરસ સામે લડી રહ્યો છે. ત્યારે તમામ નાગરિકોએ આ લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે. જ્યારે કોરોનાનો દર્દી સ્વસ્થ થાય છે, ત્યારે પણ તેના સ્ટૂલમાં કોરોના વાઈરસ જીવંત રહે છે. જો આવી વ્યક્તિના સ્ટૂલ પર બેઠેલી માખીઓ કમનસીબે ફળો, શાકભાજી અથવા જે સપાટી પર આપણે સ્પર્શ કરીએ છીએ ત્યાં બેસી જાય તો આ વાઈરસ વધુ ફેલાય છે.

https://twitter.com/SrBachchan/status/1242713608179445760

અમિતાભે કહ્યું કે, દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત કરવા માટે આપણે PM મોદીના નેતૃત્વમાં “ક્લીન ઈન્ડિયા મિશન” અને “દો બુંદ જીંદગી” ઝૂંબેશ દ્વારા આપણે જે રીતે દેશને પોલિયો વાઈરસથી મુક્ત કર્યો હતો, એવી જ રીતે જન આંદોલનની જરૂરિયાત છે.આ ત્રણ બાબતો કરો, કોરોના વાઈરસને રોકો ફક્ત તમારા શૌચાલયનો ઉપયોગ કરો, ખુલ્લામાં શૌચ માટે ન જશો. સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને ફક્ત કટોકટીમાં ઘરની બહાર નીકળો. દિવસમાં જેટલી વખત તમારા હાથ ધોવ ત્યારે ઓછામાં ઓછા વીસ સેકંડ સુધી ઘસો તેમજ તમારી આંખો, નાક અને મોંને અડશો નહીં.
અમિતાભનો આ વીડિયો PM મોદીએ શેર કર્યો છે. બે કલાકમાં 1.25 લાખથી વધુ લોકોએ તેને જોયો છે. તે જ સમયે 20 હજારે લાઈક કર્યો અને પાંચ હજાર લોકોએ રિટ્વીટ કર્યો.

Next Story