Connect Gujarat
ગુજરાત

ટ્રમ્પ-મોદીના મેગા શોમાં બોલીવુડ સ્ટાર્સને આમંત્રણ, અમિતાભ બચ્ચન-સોનમ કપૂર સહિતના સિતારા પહોંચશે

ટ્રમ્પ-મોદીના મેગા શોમાં બોલીવુડ સ્ટાર્સને આમંત્રણ, અમિતાભ બચ્ચન-સોનમ કપૂર સહિતના સિતારા પહોંચશે
X

મોટેરા

સ્ટેડિયમ ખાતે યોજાનારા સમારોહમાં બોલિવૂડ હસ્તીઓ ભાગ લેશે. જેમાં અમિતાભ બચ્ચન, સોનમ કપૂર સહિતના મોટા નામ શામેલ છે.

24 ફેબ્રુઆરીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની

મુલાકાતે આવશે. અહીં આવીને તેઓ સીધા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય

ગુજરાતમાં જશે. દેશભરમાં અમેરિકી રાષ્ટ્રપતિની મુલાકાત અંગે જોર-શોરથી ચર્ચા થઈ

રહી છે. ટ્રમ્પ ભારત આવશે અને રોડ શોનો ભાગ બનશે. તેઓ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું

ઉદ્ઘાટન પણ કરશે. આ કાર્યક્રમ માટે ગુજરાત સરકારે બોલીવુડ સ્ટાર્સને પણ આમંત્રણ

આપ્યું છે.

સમાચાર

છે કે, મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા સમારોહમાં બોલિવૂડ

સ્ટાર્સ ભાગ લેશે. જેમાં અમિતાભ બચ્ચન, સોનમ

કપૂર સહિતના મોટા નામ શામેલ છે. હમણાં ફક્ત સોનમ કપૂર અને અમિતાભ બચ્ચનનું નામ

સામે આવ્યું છે. બાકીના સ્ટાર્સના નામની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

દરેકની નજર ટ્રમ્પના ભારત પ્રવાસ પર છે.

ડોનાલ્ડ

ટ્રમ્પનો ભારત પ્રવાસ વિશેષ રહેશે

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમનું નામ નમસ્તે ટ્રમ્પ રાખવામાં આવ્યું છે. ટ્રમ્પના રોડ શોમાં એક લાખથી વધુ લોકો એકઠા થવાની સંભાવના છે. બે થીમ પર રોડ શો યોજવામાં આવશે. તેમને 'ઇન્ડિયા શો' અને 'વિવિધતામાં એકતા' નામ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ટ્રમ્પનો 22 કિલોમીટર લાંબો રોડ શો બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે.

Next Story