Connect Gujarat
ગુજરાત

પહેલી જ વાર લોકસભાની ચૂંટણી લડી રહેલા અમિત શાહે અડવાણીનો રેકોર્ડ કર્યો બ્રેક

પહેલી જ વાર લોકસભાની ચૂંટણી લડી રહેલા અમિત શાહે અડવાણીનો રેકોર્ડ કર્યો બ્રેક
X

લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત આજે થવા જઈ રહી છે. કુલ ૫૪૨ બેઠકો પર યોજાયેલી લોકસભા બેઠકોની આજે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાતની ગાંધીનગર બેઠક પર અડવાણીનો રેકોર્ડ અમિત શાહે તોડ્યો હતો.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="95783,95784,95785,95786"]

૨૦૧૪ની લોકસભામાં અડવાણીએ ૪૮૩૧૨૧ મતથી લીડ મેળવી હતી. ૧૯૮૯થી ગાંધીનગર લોકસભામાં ભાજપનો ક્યારેય પરાજય થયો નથી.અડવાણીની ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની લીડ ૪,૮૩,૦૦૦ રેકોર્ડબ્રેક મત મેળવ્યા હતા. આજે અમિત શાહ આ રેકોર્ડ તોડી શકે છે કે નહીં તેના પર સૌ કોઇ મીટ મંડાયેલી હતી. ત્યારે હાલ અમિત શાહે અડવાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અને અમિત શાહ ૪ લાખ ૮૬ હજારથી લીડ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજકીય ગતિવિધિઓના કેન્દ્ર ગણાતું ગાંધીનગર ભાજપના રાષ્ટ્રીય નેતાઓની બેઠક તરીકેની પ્રતિષ્ઠા પણ ધરાવે છે. ભાજપના ભીષ્મ પિતામહ ગણાતાં એલ.કે.અડવાણી અહીંથી ૬ વખત ચૂંટાયા છે. જોકે આ વખતે ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને અહીંથી મેદાનમાં ઉતર્યાં હતા. તેની સામે કોંગ્રેસે ધારાસભ્ય સી.જે.ચાવડાને ટિકિટ આપી હતી.

Next Story