Connect Gujarat
Featured

આમોદ : આછોડ ગામનો રસ્તો બિસ્માર, રીકશાચાલકોની આંદોલનની ચીમકી

આમોદ : આછોડ ગામનો રસ્તો બિસ્માર, રીકશાચાલકોની આંદોલનની ચીમકી
X

આમોદ તાલુકાના આછોદ ગામના મુખ્ય રોડ પર ખાડાઓ પડી જતાં વાહનચાલકો ભારે હાડમારી વેઠી રહયાં છે. જો 10 દિવસમાં રસ્તાનું સમારકામ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી રીકશાચાલકોએ આપી છે.

આમોદ અને આછોડને જોડતાં રોડ પર રોજના આશરે 5 હજાર કરતા પણ વધારે વાહનોની અવરજવર રહેતી હોય છે. આમોદ અને આછોદ રોડ પર નાના- મોટા પુલ પણ આવેલા છે. જેમાં મોટા પુલ પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી અકસ્માતનો ભય સેવાય રહયો છે. ભુતકાળમાં પણ આ રોડ પર અકસ્માતના બનાવો બની ચુકયાં છે.

આ વિસ્તારમાં 200થી વધારે રીક્ષા ચાલકો પોતાનું તેમજ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે પરંતુ આ રોડ બિસ્માર હોવાથી રીક્ષા ચલાવવાનું મુશ્કેલ થઈ ગયું છે. રીકશાચાલકોએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી રસ્તાના સમારકામની માંગ કરી છે. જો 10 દિવસમાં રસ્તાનું પેચવર્ક નહિ કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

Next Story