Connect Gujarat
ગુજરાત

આમોદ APMCમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી

આમોદ APMCમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી
X

છેલ્લી બે ટર્મથી કોંગ્રેસ પાસે રહેલી સત્તા ભાજપ પ્રેરિત પેનલે હાંસલ કરી

આમોદ ખેતીવાડી સમિતિની ગત ઓક્ટોબર માસમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલ વિજેતા બની હતી. ત્યારે આજરોજ ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અરુણકુમાર સી. ચૌધરી ભરૂચના અધ્યક્ષ સ્થાને ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે સુરેશ ડાહ્યાભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ હતી. જ્યારે વાઇસ ચેરમેન તરીકે મફતસિંહ પઢીયારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="75933,75934,75935"]

આ પ્રસંગે આમોદ ખેતીવાડી બજાર સમિતિમાં નવા ચૂંટાયેલા ડિરેક્ટરો તથા ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને ચેરમેન તથા વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ ખેતીવાડી બજાર સિમિતિમાં છેલા બે ટર્મથી કોંગેસ પ્રેરિત સહકાર પેનલનો કબજો રહ્યો હતો. હવે ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી.

Next Story