આગામી 24 કલાકમાં આખા ગુજરાતમાં ભારે કડાકા ભડાકા, આંધી સાથે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દ. ગુજરાત માથે બે દિવસ ભારે

આગામી ચાર દિવસ હજુ પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત્ રહેશે.

Update: 2024-05-14 11:03 GMT

હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક માટે ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત ઉકળાટનો અનુભવ થશે. સમગ્ર રાજ્યમાં વીજળીના ભારે કડાકા ભડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાક અનેક જિલ્લામાં વીજળી અને વરસાદના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે આખા ગુજરાતમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ:-


જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અને કાલે એમ બે દિવસ વીજળી અને વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું પ્રમાણ 42 ડિગ્રી સેલ્સિયસ રહેતાં શહેરીજનોને બફારાનો અનુભવ થશે.

કાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ:-


ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી ત્રણ દિવસ વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. તેમાં આજે એટલે કે 14 મેના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે અને વરસાદ વરસી શકે છે. આવતીકાલે 15 મેના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે.

16 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી:-


જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની શક્યતા છે. 16 મેના રોજ રાજકોટ, અમરેલી, ગીરસોમનાથ, દીવ સહિત દક્ષિણ ગુજરાતમાં તાપી, વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી, 17 મેના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. એટલે કે આગામી ચાર દિવસ હજુ પણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત્ રહેશે.

Tags:    

Similar News