Connect Gujarat
ગુજરાત

અમરેલી: કોંગી નેતાએ ધારાસભ્ય પ્રતાપ દૂધાતને ફોન કરી કર્યો આપઘાત, જુઓ શું કહ્યું હતું?

અમરેલી: કોંગી નેતાએ ધારાસભ્ય પ્રતાપ દૂધાતને ફોન કરી કર્યો આપઘાત, જુઓ શું કહ્યું હતું?
X

મારા પરિવારને ચૂંટણી ન લડાવતા, પરેશભાઈ મારા પરિવારનું ધ્યાન રાખજો લખી કોંગ્રેસ નેતાનો આપઘાત.

અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને કોંગ્રેસના નેતા કેસૂર ભેડાએ પોતાની ફેકટરીમાં વહેલી સવારે પંખામાં દોરી વડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત કરતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં કોઈના ડરથી નથી મરતો પરંતુ સમાજનો ડર હોવાનો ઉલ્લેખ કરીને ગળેફાંસો ખાઈ લેતા પરિવાર અને આહીર સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આ છે અમરેલી જિલ્લાના લીલીયા ગોઢાવદર નજીક આવેલી ત્રિલોકનાથ ફૂડ ફેકટરી.આ ફૂડ ફેકટરીમાં ચાર ભાગીદારો છે.જેમાના અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેસૂર ભેડા લીલીયા પંથકના મોટા ગજાના કોંગી નેતા છે. આહીર સમાજમાં પ્રભુત્વ ધરાવતા કેસૂર ભેડાએ આજે સવારે 7 થી 8 વાગ્યાના સમયગાળામાં પોતાની ફેકટરીના ઉપરના માળે સ્યૂસાઇડ નોટ લખીને પંખામાં દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો.આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.લોકોના ટોળા ફેકટરી અને હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.

સાવરકુંડલા- લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતના અંગત ગણાતા કેસૂર ભેડાએ આપઘાત કરતા પહેલા ધારાસભ્ય પ્રતાપ દુધાતને આર્થિક સંકડામણ અનુભવતા આપઘાતનું પગલું ભરતો હોવાનો મોબાઈલ કોલ કર્યો હતો. જેમા પોતાના પરિવારનું ધ્યાન રાખવાની છેલ્લી વાત કરીને કેસૂર ભેડાએ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા લખેલ સુસાઇડ નોટ પોલીસે કબજે કરી હતી.

  • કેસૂર ભેડાએ સુસાઇડ નોટમા લખ્યું હતું આર્થિક સંકડામણ અનુભવતા આપઘાતનું પગલું ભરૂ છું.
  • સમાજમાં સારું સ્થાન હોવાથી સમાજને મોઢું કેમ બતાવવું
  • ધારાસભ્ય પ્રતાપ દુધાત સાથે હતી દોસ્તી
  • પ્રતાપ દુધાતને ભલામણ કરી કહ્યું મારા પરિવાર કે કુટુંબ માંથી કોઈને ચૂંટણી ન લડાવતા
  • લીલીયા પંથકના કોંગ્રેસીઓનું ધ્યાન રાખવાનું કહી અને કાર્યકર્તાઓને છેલ્લા રામ રામ લખ્યા.
  • નેતા વિપક્ષ પરેશ ધાનાણીને પરિવારનું ધ્યાન રાખવાનું કહ્યું
  • ફેક્ટરીમાંથી છૂટા પડેલ ભાગીદારને પરત કરવાના પૈસા ન હોવાનો ઉલ્લેખ.
  • છેલ્લી લીટીમાં કેસૂર ભેડાએ લખ્યું, હું કોઈના ડરથી નથી મરતો મને સમાજનો ડર છે.

આપઘાત કરતા સમયે ધારાસભ્ય દુધાત સાથે છેલ્લી વાત કેસૂર ભેડાએ કરી હતી. ત્યાર બાદ ધારાસભ્ય પ્રતાપ દુધાત હોસ્પિટલે પહોંચી ગયા હતા અને આખો ઘટનાક્રમ જણાવ્યો હતો.

સુસાઇડ નોટમાં કોંગી નેતાએ પોતાના ભાગીદારને 6 લાખ જેવી રકમ ભાગીદારી છોડી નાખતા ચૂકવાવની બાકી હોય જેના કારણે આર્થિક સંકડામણ અનુભવતા આપઘાત નું પગલું ભર્યું હતું. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને તપાસ હાથ ધરી હતી.

Next Story