અમરેલી : લાઠી તાલુકાના ખેડૂતો અર્ધનગ્ન અવસ્થામાં પહોંચ્યા કલેકટર કચેરી, જાણો કારણ

0
761

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં બિસ્માર  રસ્તાઓ પ્રશ્ને પાંચ ગામના ખેડૂતો અને લોકોએ અનોખી રીતે વિરોધ કર્યો છે. તેઓ અર્ધનગ્ન અવસ્થામાં અમરેલી ખાતેની કલેકટર કચેરીએ પહોંચ્યાં હતાં અને સરકાર વિરૂધ્ધ નારેબાજી કરી હતી. 

રસ્તા પર બેઠેલા ખેડૂતો છે લાઠી તાલુકાના પ્રતાપગઢ, ભીંગરાડ, લુવારીયા આસોદર અને હરીપરના. બિસ્માર રસ્તાઓના કારણે છેલ્લા દોઢ વર્ષથી યાતના  ભોગવતા ખેડૂતો અને સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હતી પણ કોઇ જ પગલાં નહિ ભરાતાં તેમણે અનોખી રીતે વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો. કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલાં તંત્રને જગાડવા માટે અર્ધનગ્ન અવસ્થામાં ધોમધખતા તાપમાં ખેડૂતોએ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતાં. છેલ્લા દોઢ વર્ષથી આસોદર થી હરીપર પ્રતાપ ગઢ ભીંગરાડ લુવારીયા જવાના રસ્તાઓ બનીને તરત જ તૂટી ગયા હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહયાં છે. ખેડૂતોની વ્યથા સાંભળી જિલ્લા કલેકટરે રસ્તાઓ સહિતની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવાની ખાતરી ખેડૂતો અને સ્થાનિકોને આપી હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here