Connect Gujarat
ગુજરાત

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં થયો ઉત્તરોત્તર વધારો

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં થયો ઉત્તરોત્તર વધારો
X

હાલ અમરેલી બૃહદ ગીર, ધારી ગીર પૂર્વ, જૂનાગઢ, સોમનાથ સહિત ભાવનગર સુધી સિંહોએ પોતાનું રહેણાંક બનાવ્યાની વિગતો સપાટી ઉપર આવી રહી છે. અગાઉ ૨૦૧૫ની સાલમાં વન વિભાગ દ્વારા હાથ ધરાયેલ સિંહોની ગણતરીમાં ૫૧૧ સિંહો નોંધાયા હતા.તો કેનાઇન ડિસટેમ્બર નામક વાઇરસ કારણે દલખાણીયા માં એકીસાથે ૨૪ સિંહો ના મોત થતા સિંહોની સંખ્યા ઘટી હતી.

જયારે હાલમાં અમરેલી જિલ્લામાં ૬૦૦ જેટલા સિંહ વસવાટ કરતા હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. ગુજરાત વન વિભાગ દ્વારા સિંહ સંરક્ષણની કામગીરીરંગા લાવી હોય તેમ ગત રાતે જ પૂનમ હોવાથી વનવિભાગ દ્વારા પ્રાથમિક સિંહ ગણતરી થઈ હતી.જેમાં ગીર કાંઠાના ગામો તથા બૃહદ ગીરમાં ૬૦ થી વધુ સિંહબાળો નોંધાયા છે અને અમરેલીનું જંગલ સિંહબાળોથી ગુંજી ઉઠ્યું છે. સિંહોની સંખ્યા વધતા સિંહ પ્રેમીઓમાં ખુશી ફેલાવા પામી છે.

Next Story