Connect Gujarat
ગુજરાત

અમરેલી : સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની “કમોસમી” એન્ટ્રી, ખેડૂતોમાં દોડધામ

અમરેલી : સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની “કમોસમી” એન્ટ્રી, ખેડૂતોમાં દોડધામ
X

વિશ્વભરમાં

ફેલાયેલા કોરોના વાયરસના કહેર વચ્ચે અમરેલીના સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની

એન્ટ્રી થતાં ખેડૂતોમાં દોડધામ મચી ગઇ હતી.

સમગ્ર વિશ્વ

કોરોના વાયરસ સામે લડત આપી રહયું છે ત્યારે કુદરત પણ હવે પડતા પર પાટુ મારી રહયું

હોય તેમ લાગી રહયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તેમજ આજુબાજુ આવેલા ગામોમાં

શનિવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સમી સાંજે કાળા ડીંબાગ

વાદળોની ફોજ ઉતરી આવતાં કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. વંડા, ભુવા, ખડકાળા, જુના સાવર, અમૃતવેલ અને મેલડી સહિતના ગામોમાં વરસાદી

ઝાપટા થયાં હતાં. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. કમોસમી વરસાદના

કારણે જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી હતી.

Next Story