લાઠીમાં વિધવા મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી અમરેલી LCB

New Update
લાઠીમાં વિધવા મહિલાની હત્યાનો ભેદ ઉકેલતી અમરેલી LCB

અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી હોય તેમ અમરેલીના લાઠીની વિધવા મહિલાનો મૃતદેહ ભુરખિયા રોડ પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરેલી લાશ મળી હતી. જે અંગે આજે અમરેલી એલ.સી.બી.કચેરી ખાતે પ્રેમ સંબંધ માં મહિલાની નિર્મમ હત્યા કરીને ફરાર થયેલ બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.

આ મૃતક મહિલાની લાશ છે મંજૂબેન ઉંદરગઢિયાની.અમરેલીના લાઠીના ભુરખિયા રોડ પર આ મહિલાની તિક્ષણ હથિયારના ઘા કરીને મોત નિપજાવ્યાની ઘટના બે દિવસ પહેલા બની હતી. જે અંગે આજે અમરેલી એલ.સી.બી કચેરી ખાતે બુકાની બાંધેલ બે શખશો ને પોલીસે રજુ કરીને આ મહિલાની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.મૃતક મહિલા ને લાઠીના કરકોલીયાના કિરણ ડેર સાથે પ્રેમ સંબંધ હતો અને મૃતક મહિલા વિધવા હોય અને ઘર અને બાળકો સાંભળવાની જવાબદારી આ મૃતક મહિલાની હોય જે અંગે આરોપી પાસે પૈસાની માંગણી કરી હતી નહિતર પ્રેમીના ઘરે આવીને પ્રેમ સંબંધ ની જાણ કરવાની વાત કરતા આરોપીએ વિધવા મહિલાની હત્યા કરી હતી.

પ્રેમી કિરણ સાથે કોટડા સાંગાણી તાલુકાનાં .નવાગામનો તેનો મિત્ર ભરત કાનજી કનાળા ને અમરેલી એલ.સી.બી.એ દબોચીને વિધવા મહિલાની હત્યાનો ભેદ ઉકેળતા ડી.વાય.એસ.પી. એમ.એસ.રાણાએ પત્રકાર પરિષદ યોજીને વિગતો જણાવી હતી.

Latest Stories