Connect Gujarat
Featured

અમરેલી: ગીરના જંગલોમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી, જુઓ લીલાછમ જંગલોની વચ્ચેથી વછૂટતા ધોધનો નજારો

અમરેલી: ગીરના જંગલોમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી, જુઓ લીલાછમ જંગલોની વચ્ચેથી વછૂટતા ધોધનો નજારો
X

સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લામાં ગીરના જંગલોની કુદરતી પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે, ત્યારે લીલાછમ જંગલો વચ્ચે પાણીનો ધોધ વછૂટતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી અષાઢી માહોલ બંધાયો છે, ત્યારે અનેક તાલુકાઓમાં પણ અનરાધાર વરસાદ વરસતો જોવા મળ્યો છે. સતત વરસી રહેલા વરસાદના પગલે ગીરના જંગલોમાં કુદરતી સૌંદર્યરૂપ ધરાવતી પ્રકૃતિઓ સોળેકળાએ ખીલી ઉઠી છે. લીલાછમ જંગલો વચ્ચે પાણીનો ધોધ વછૂટતા છેલ્લા 5 વર્ષ બાદ જંગલોમાં ધોધ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સાથે અદભૂત નજારો જોવા મળ્યો છે. જોકે કોરોના મહામારીના કારણે આ વર્ષે પ્રકૃતિની મજા માણવા આવતા પ્રવાસીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

Next Story