Connect Gujarat
ગુજરાત

અમરેલી : ટેકાના ઓછા ભાવથી સામી દિવાળીએ ખેડૂતો સસ્તા ભાવે ખેત પેદાશ વેચવા મજબુર

અમરેલી : ટેકાના ઓછા ભાવથી સામી દિવાળીએ ખેડૂતો સસ્તા ભાવે ખેત પેદાશ  વેચવા મજબુર
X

સરકારે મગફળી અને કપાસના ટેકાના ભાવ જાહેર કર્યા છે પણ ટેકાના ભાવ ઓછા હોવાથી ખેડૂતો સસ્તા ભાવથી ખેત પેદાશો વેચવા માટે મજબુર બન્યાં છે. ખેડૂતોની મજબુરીનું કારણ છે દિવાળીનો તહેવાર. સામી દિવાળીએ પૈસાની જરૂર હોવાથી તેઓ સસ્તા ભાવથી તેમની ખેત પેદાશો વેચી રહયાં છે.

દિવાળી નજીક આવતા જ ખેડૂતો પોતાની ખેત જણસો લઈને એપીએમસીમાં વેચાણ માટે આવી રહ્યા છે પણ નવરાત્રી બાદ અમરેલીના એપીએમસી ખાતે 350 ઉપરાંતના કપાસ ભરેલાં વાહનોની એપીએમસીમાં હાજરી જોવા મળી રહી છે પણ કપાસના પોષણક્ષમ ભાવો મળતા નથી. ખેડૂતોને કપાસ વેચવા પગે પાણી ઉતરે છે તો મગફળી ઓછા ભાવે વેચીને દિવાળીના તહેવારો ઉજવવા ખેડૂતો મજબૂર થયા છે. હાલ અવિરત વરસાદ પડયા બાદ કપાસના અલગ અલગ પ્રકાર જોવા મળી રહયાં છે. એક ખેડૂત પાસે ચાર પાંચ પ્રકારના કપાસ હોવાથી હરાજીમાં વિલંબ થતો હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દિવાળીના તહેવારને એક પખવાડીયું બાકી હોવાથી ખેડૂતોને ના છૂટકે મગફળી વેચીને દિવાળી ઉજવવા માટે મજબૂર થયા છે. સરકાર ટેકાના ભાવે હજુ રજિસ્ટ્રેશન કરે છે અને દિવાળી બાદ ટેકના ભાવે 1018 થી મગફળીની ખરીદી કરશે પણ તહેવારમાં પૈસાની જરૂર હોવાથી ખેડૂતો હાલ 700 થી લઈને 900 રૂપિયા સુધીમાં મગફળી વેચી રહ્યા છે. હાલ મગફળી પણ માટી વાળી વધુ હોવાથી વેપારીઓ સારો ભાવ આપતા નથી તેનો ખેડૂતો વસવસો કરી રહ્યા છે.

Next Story