Connect Gujarat
Featured

અમરેલી : લોકડાઉનમાં વિપક્ષ નેતા ધાનાણીએ ખુદ ચલાવ્યું ટ્રેક્ટર, અબોલ જીવો માટે કરી ઘાસચારાની વ્યવસ્થા

અમરેલી : લોકડાઉનમાં વિપક્ષ નેતા ધાનાણીએ ખુદ ચલાવ્યું ટ્રેક્ટર, અબોલ જીવો માટે કરી ઘાસચારાની વ્યવસ્થા
X

સમગ્ર ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મનુષ્ય તો પોતાના માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવી લેતો હોય છે, ત્યારે અબોલ જીવ પણ ભૂખ્યુ ન રહે તે માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ખુદ ટ્રેક્ટર ચલાવીને ઘાસચારો પહોચાડ્યો છે.

ભારતભરમાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે સૌથી વધુ અસર જોવા જઈએ તો, મજૂર વર્ગના લોકો પર પડી છે. ઉપરાંત તેમના અબોલ જીવો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. થોડા દિવસ અગાઉ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મજૂર વર્ગના લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી, ત્યારે તેમના અબોલ જીવ પણ ભૂખા ન રહે તે માટે પરેશ ધાનાણીએ ખુદ ટ્રેક્ટર ચલાવી ટ્રોલી ભરી ઘાસચારો અમરેલીના તમામ માર્ગો પર રઝળતા ઢોરોને ખવડાવ્યો હતો. આવી પરિસ્થિતિમાં અબોલ જીવોની સેવા માટે પરેશ ધાનાણી પોતે આગળ આવી સુંદર કાર્ય કરવા બદલ મજૂર વર્ગ દ્વારા તેમનો આભાર માનવમાં આવ્યો હતો.

Next Story