Connect Gujarat
ગુજરાત

અમરેલી: પુરૂષોત્તમ રૂપાલાને મોદી સરકારમા સ્થાન મળતા તેમના વતન ઇશ્વરીયા ખાતે ખુશીનો ઉત્સવ

અમરેલી: પુરૂષોત્તમ રૂપાલાને મોદી સરકારમા સ્થાન મળતા તેમના વતન ઇશ્વરીયા ખાતે ખુશીનો ઉત્સવ
X

આ છે અમરેલી જિલ્લાના ભાજપના નેતા પુરૂષોત્તમ રૂપાલાનુ ગામ ઇશ્વરીયા. આજે મોદી સરકારમા અમરેલીને બીજી વખત કેન્દ્ર સરકારમાં સ્થાન મળતા તેમના ગામમાં ખુશીનો માહોલ છે. ત્યારે રૂપાલાના માતુશ્રીના હરખનો કોઇ પાર નથી અને તેઓએ પોતાની કાલીઘેલી ભાષામાં સફળતાના આશિર્વાદ પણ આપી દીધા.

પુરૂષોત્તમ રૂપાલાને કેન્દ્રીય મંત્રીમંડળમા બીજી વખત સ્થાન મળવાથી તેમના ભાઈએ પણ ખુશી વ્યકત કરી ગ્રામજનો અને કાર્યકરોના મોં મીઠા કરાવી સૌનો તેમજ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

અમરેલીના ભાજપના નેતાને મોદી સરકારમાં બીજી વખત કેબીનેટમાં સ્થાન મળતા ગામના કાર્યકરોમાં પણ ઉત્સાહનો પાર નથી તેમણે રૂપાલાના નિવાસસ્થાને જઈ ફટાકડા ફોડી મોં મીઠા કરાવી જ્ય જ્ય કારના નારા બોલાવ્યા હતા.

અમરેલી જિલ્લાના ગૌરવ સમા પુરૂષોત્તમ રૂપાલાને અમરેલીથી મંત્રીમંડળમાં સ્થાન મળવાથી જિલ્લાના હવે બે સાંસદ મળી અમરેલીને કેટલા વિકાસના પંથે લઈ જશે તે જોવાનુ રહેશે.

Next Story