Connect Gujarat
Featured

અમરેલી : ચાંચ બંદરે મૃત હાલતમાં વિદેશી દરિયાઈ કાચબો તણાઇ આવ્યો, જુઓ પ્રકૃતિ પ્રેમીએ શું કહ્યું..!

અમરેલી : ચાંચ બંદરે મૃત હાલતમાં વિદેશી દરિયાઈ કાચબો તણાઇ આવ્યો, જુઓ પ્રકૃતિ પ્રેમીએ શું કહ્યું..!
X

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ બંદરે મૃત હાલતમાં એક વિદેશી દરિયાઈ કાચબો તણાઈ આવ્યો હતો. બનાવની જાણ થતાં જ પ્રકૃતિ પ્રેમી સહિત વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, અમરેલીના રાજુલા નજીક આવેલા ચાંચ બંદર ખાતે મૃત હાલતમાં એક વિદેશી દરિયાઈ કાચબો તણાઈ આવ્યો હતો. જોકે કાચબાઓ શિડ્યુલ-1માં આવતી પ્રજાતિ હોવાથી પ્રકૃતિ પ્રેમી સહિત વન વિભાગના અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અમરેલીના સ્થાનિક પર્યાવરણ પ્રેમી વિપુલ લહેરીએ જણાવ્યુ હતું કે, નેચર ક્લબ દ્વારા છેલ્લા 20 વર્ષથી વન વિભાગને સાથે રાખી દરિયાઇ કાંઠે કાચબા બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં અત્યારસુધી 6 હજાર જેટલા દરિયાઈ કાચબા તેમજ બચ્ચાને દરિયામાં સુરક્ષિત રીતે મોકલવામાં આવ્યા છે. જોકે ચાંચ બંદરે મૃત હાલતમાં તણાઇ આવેલ વિદેશી દરિયાઈ કાચબાનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે હાલ જાણી શકાયું નથી, ત્યારે વન વિભાગ દ્વારા મૃત કાચબાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story