Connect Gujarat
ગુજરાત

અમરેલી ખાતે ખેડૂતોની વિશાળ સભા-રેલી બાદ અપાયું આવેદન જાણો કેમ ?

અમરેલી ખાતે ખેડૂતોની વિશાળ સભા-રેલી બાદ અપાયું આવેદન જાણો કેમ ?
X

પ્રધાનમંત્રી ફસલ યોજનાની જગ્યાએ પ્રધાનમંત્રી ફસાજા યોજનાના બેનર તળે ખેડૂતો આગેવાનો અને ધારાસભ્ય અંબરીશ ડેરે કર્યા આકરા પ્રહારો.

અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ ને પાકવિમામાં સરકારે ખેડૂતોને ઠેંગો આપતા આજે ધારાસભ્ય અંબરીશ ડેરની આગેવાનીમાં ખેડૂતોની વિશાળ સભા મળી હતી પ્રધાનમંત્રી ફસલ યોજનાની જગ્યાએ પ્રધાનમંત્રી ફસાજા યોજનાના બેનર તળે ખેડૂતો આગેવાનો અને ધારાસભ્ય અંબરીશ ડેરે આકરા પ્રહારો કર્યા હતા.

આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના રાજુલાના ૨ હજાર ખેડૂતો ઉમટ્યા હતા ધારાસભ્ય અંબરીશ ડેર ની આગેવાનીમાં રાજુલાના હજારો ખેડૂતો ને પાકવિમામાં એકપણ રૂપિયો ન ચૂકવાતા પ્રધાનમંત્રી ફસાજા વીમા યોજનાના નામ તળે ખેડૂતોએ હૈયા વરાળ ઠાલવી હતી.સરકાર દ્વારા પાકવિમામાં વ્હાલા દવલાની નીતિ અખત્યાર કરી હોવાનો વસવસો ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો તો ખેડૂતો માટે જૂનાગઢ ના ધારાસભ્ય ભીખાભાઇ જોશી પણ રાજુલાની ખેડૂતોની સભામાં આવ્યા હતા.

રેલી સ્વરૂપે પ્રાંત કલેકટરને આવેદનપત્ર પાઠવાયા બાદ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ જણાવ્યું હતું કે. ખેડૂતોને પાકવિમામાં સરકારે છેતરી છે સરકારની આ બેધારી નીતિને વખોડી કાઢી હતી સરકારે મંડળીઓ સાથે સાંઠગાંઠ કરી તેને વીમો આપ્યો હોવાનો આક્ષેપ ભીખાભાઇ જોશીએ કર્યો હતો ત્યારે ખેડૂતોની વિશાળ રેલી જય જવાન જય કિસાન ના નારા સાથે પ્રાંત કલેકટર કચેરીએ પહોંચી હતી.

જ્યાં ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું હતું કે, રાજુલાની 0 ટકા જાફરાબાદ ને ૩ ટકા તો ખાંભાને ૧૦ ટકાથી ઓછો પાકવિમો મળ્યો છે ત્યારે સરકારના અન્યાય સામે ન્યાય મેળવવા પ્રધાનમંત્રી ફસાજા વીમા યોજના થી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાકવિમાની પોલિસી ફેરફાર થાય તેવો ધ્યેયને સાર્થક કરવા અંબરીશ ડેર ની સભા માં ખેડુતો ઉમટ્યા હતા અને સરકારને આવેદનપત્ર પાઠવીને ફેરવિચારણાં કરવાની રજુઆત કરવામાં આવી છે. ત્યારે હવે સરકાર ખેડૂતો પ્રત્યે લાગણીશીલ બને છે કેમ તે જોવું રહ્યું.

Next Story