Connect Gujarat
Featured

મેઘરાજાની મહેરથી ખુશીનો માહોલ, વર્ષારાણીના આગમનથી આહલાદક માહોલ

મેઘરાજાની મહેરથી ખુશીનો માહોલ, વર્ષારાણીના આગમનથી આહલાદક માહોલ
X

ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર રાજયમાં મેઘરાજાની મહેર થતાં ચોમાસાની જમાવટ થઇ છે. આકાશમાંથી કાચુ સોનું વરસી રહયું હોવાથી જગતનો તાત ખુશીથી ઝુમી ઉઠયો છે.

કોરોના વાયરસના કહેર વચ્ચે ધીરે ધીરે ચોમાસાની જમાવટ થઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી આકાશમાં કાળા વાદળોની ફોજ જોવા મળે છે પણ મેઘરાજા હાથતાળી આપી જતાં હોવાથી લોકો નિરાશ થઇ રહયાં છે. રવિવારના રોજ આકાશમાં ઉતરી આવેલી વાદળોની ફોજ વરસી પડી હતી. ભરૂચ, અંકલેશ્વર સહિત સમગ્ર રાજયમાં મેઘ મહેર થતાં સર્વત્ર ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. વરસાદના કારણે શહેરી વિસ્તારોમાં જન જીવન ઉપર અસર જોવા મળી હતી પણ ગામડાઓમાં લોકોએ વરસાદના વધામણા કર્યા હતાં અને ખાસ કરીને ખેડૂતોના ચહેરા પર સ્મિત રેલાયું હતું. ચાલુ વર્ષે ચોમાસું સારૂ રહે તેવી પ્રાર્થના જગતના તાતે કરી હતી. સર્વત્ર મેઘમહેરના કારણે ઉકળાટ અને બફારામાંથી પણ લોકોને રાહત સાંપડી હતી.

Next Story