Connect Gujarat
દુનિયા

જાપાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ.

જાપાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ.
X

જાપાનના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.

અમેરિકાના ભૂસ્તર સર્વેક્ષણ(USGS) અને જાપાન હવામાન વિભાગે કહ્યું કે, ભૂકંપ સ્થાનિક સમયનુસાર સવારે 11.39 કલાકે ટોક્યોથી આશરે 350 કિમી દૂર દક્ષિણ પશ્ચિમમાં દેશના મુખ્ય દ્વિપ હોંશૂના વિસ્તારમાં આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 10 કિમી નીચે છે.

સુત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોઇ પણ નુકસાનની વાત સામે આવી નથી. ભૂકંપ પછી કેટલીક બુલેટ ટ્રેનોની સેવા કામચલાઉ બંધ કરવામાં આવેલ છે.

Next Story