Connect Gujarat
ગુજરાત

આણંદ : ગતિશીલ ગુજરાતમાં વિકાસને વાગી "બ્રેક", ૧૩ વર્ષથી વિકાસ ઝંખતું "બાકરોલ" ગામ

આણંદ : ગતિશીલ ગુજરાતમાં વિકાસને વાગી બ્રેક, ૧૩ વર્ષથી વિકાસ ઝંખતું બાકરોલ ગામ
X

આણંદ જિલ્લાના બાકરોલ ગ્રામ પંચાયતનો છેલ્લા ૧૩ વર્ષથી નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ છતાં આજ દિન સુધી બાકરોલ ગામમાં કોઈ જ વિકાસના કાર્યો નહીં થતાં ગ્રામજનોમાં ઉગ્ર રોષ પ્રવર્તિ રહ્યો છે, ત્યારે બાકરોલને નગરપાલિકામાંથી છૂટું પાડીને ફરીથી ગ્રામ પંચાયત આપવા ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી રહ્યા છે.

આજથી ૧૩ વર્ષ પૂર્વે વર્ષ ૨૦૦૪માં બાકરોલ ગામનો વિકાસ કરવાના નામે ગામને આણંદ નગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યું હતું. પરંતુ બાકરોલનો આણંદ પાલિકામાં સમાવેશ કર્યાના ૧૩ વર્ષ બાદ પણ ગ્રામ પંચાયતનો કોઈ વિકાસ કરવામાં આવ્યો નથી. બાકરોલનાં ગ્રામજનો પાસેથી માત્ર કરવેરા ઉધરાવવામાં જ આણંદ નગરપાલિકાના સત્તાધીસોને રસ હોય તેમ જણાઈ આવે છે, ત્યારે નગરપાલિકાના સત્તાધીસો બાકરોલ ગામના વિકાસને રુંધવાનો પ્રયાસ કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવાં મળી રહ્યો છે, ત્યારે બાકરોલને નગરપાલિકામાંથી છૂટું પાડીને ફરીથી ગ્રામ પંચાયત આપવા ગ્રામજનોએ માંગ કરી છે.

આણંદ નગરપાલિકા દ્વારા બાકરોલ ગામને સ્વિકારવામાં આવ્યું ન હોય તેમ આજે પણ ઈ-ધારાના રેકર્ડ પર સાત બારના ઉતારાઓમાં બાકરોલ ગામ તરીકે ઉલ્લેખ થાય છે, તેમજ મહેસુલી રાહે પણ બાકરોલને મામલતદાર ગ્રામ્ય કચેરીના હસ્તક રાખવામાં આવેલ છે. રેકર્ડ પર પણ બાકરોલ ગામને આણંદ શહેરમાં દર્શાવવામાં આવ્યું નથી, તો પછી બાકરોલ ગામને આણંદ શહેરમાં ભેળવવાનો કોઈ મતલબ રહેતો નથી તેવા આક્ષેપો સાથે બાકરોલ ગામનો વિકાસ રુંધાતા ગ્રામજનો તેમજ એનઆરઆઈ નાગરીકો દ્વારા બાકરોલ ગામને આણંદ નગરપાલિકામાંથી છૂટું પાડીને બાકરોલ ગ્રામપંચાયત ફરીથી સ્થાપીત કરવા માટે ભારે રોષ સાથે માંગ કરી છે.

Next Story