Connect Gujarat
ગુજરાત

આણંદ: ખંભાતમાં જૂથ અથડામણ બાદ સ્થાનિકોની હિજરત, પોલીસની બિન કાર્યવાહી ગણાવી જવાબદાર!

આણંદ: ખંભાતમાં જૂથ અથડામણ બાદ સ્થાનિકોની હિજરત, પોલીસની બિન કાર્યવાહી ગણાવી જવાબદાર!
X

ખંભાતના અકબરપુર વિસ્તારમાં ગઈકાલે થયેલ જૂથ અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને હિંસક જૂથ અથડામણ બાદ સ્થાનિક લોકો ડરના માર્યા બીજા ગામ હિજરત કરવા મજબૂર બન્યા છે.

અકબરપુર વિસ્તારમાં ગઈકાલે બપોરે થયેલ જૂથ અથડામણ બાદ બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. જેમાં ૧૦ કરતા વધારે ઘરોને તોફાની ટોળાએ આગને હવાલે કરી દીધાં હતા. મોડે મોડે પહોંચેલી પોલીસે ટોળાને કાબુમાં લેવા માટે ૭ રાઉન્ડ ફાયરીંગ કરવાની ફરજ પડી હતી. જેમાં એક આધેડનું મોત નીપજયું હતું. ઘટનાના બીજા દિવસે આજે સ્થાનિક મહિલાઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. અને હિંસક ધમાલોથી કંટાળી ગયેલ સ્થાનિક લોકોને હવે હિજરત કરવાની ફરજ પડી રહી છે.

સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે, અસામાજિક તત્વોની તોફાની પ્રવૃત્તિઓથી વારંવાર આવો માહોલ પેદા થાય છે અને પોલીસ કડક કાર્યવાહીના નામે કઈંજ કરતી નથી. જેના કારણે હવે સ્થાનિકો પોતાના ઘરને તાળા મારી અન્ય ગામોમાં વસવાટની તેયારીઓ કરી રહ્યા છે. સ્થાનિકોને પોતાના જ ગામમાંથી હિજરત કરવાનો વારો આવ્યો છે.

Next Story