આણંદ : ભાલેજ માર્ગ પર ઢોળાયું ઓઇલ, ૨૦થી વધુ વાહનચાલકોએ મારી સ્લીપ
BY Connect Gujarat22 Oct 2019 10:27 AM GMT

X
Connect Gujarat22 Oct 2019 10:27 AM GMT
આણંદ શહેરના ભાલેજ વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર ઓઇલ ઢોળાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આણંદ શહેરના ભાલેજ વિસ્તારમાં માર્ગ ઉપર ઓઇલ ઢોળાયું હતું. રોડ ઉપર ઓઇલ ઢોળાતા આ ઓઇલ ભાલેજ ઓવર બ્રિજથી મહેન્દ્ર શાહ ચોકડી સુધીના માર્ગ ઉપર પ્રસરી ગયું હતું. જેને કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. માર્ગ ઉપર ઓઇલ ઢોળાવાના કારણે ૨૦થી વધુ વાહનચાલકોના બાઇક તેમજ સ્કૂટર સ્લીપ મારી ગયા હતા.
સમગ્ર બનાવ અંગે નજીકના સ્થાનિક રહીશોએ માર્ગમાં જ્યાં ઓઇલ ઢોળાયું હતું તે જગ્યા ઉપર માટી નાખી માર્ગ પર ઉભા રહી આવતા જતા લોકોને સાવચેત કર્યા હતા. માર્ગ પર ઓઇલ ઢોળાવાની ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાની થવા ન પામી હતી. હાલ કોઈ વાહનમાંથી લીકેજ હોવાના કારણે માર્ગ પર ઓઇલ ઢોળાયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
Next Story