Connect Gujarat

આણંદ : સાંઈબાબાના મંદિરમાં“સાંઈ”ને પહેરાવાયું માસ્ક, જુઓ કેમ લેવાયો નિર્ણય

આણંદ : સાંઈબાબાના મંદિરમાં“સાંઈ”ને પહેરાવાયું માસ્ક, જુઓ કેમ લેવાયો નિર્ણય
X

કોરોના વાયરસને કારણે સરકાર દ્વારા જનજાગૃતિ માટે જુદા જુદા માધ્યમોથી પ્રચાર પ્રસાર કરી મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, ત્યારે ધાર્મિક મંદિરો પણ આ બાબતે પાછળ રહ્યા નથી. જેમાં આણંદના સાંઈબાબા મંદિર ખાતે શ્રધ્ધાળુઓમાં જાગૃતિ લાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આણંદના સાંઈબાબા મંદિરના છે. સાંઈબાબાના આ મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે, ત્યારે હાલ દેશભરમાં વકરી રહેલા કોરોના વાયરસ અંગે લોકો જાગૃત થઈ મોઢે માસ્ક અને વધારેમાં વધારે સેનીટાઈઝરનો ઉપયોગ કરે તે માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. મંદિરમાં સાંઈબાબાની મૂર્તિને માસ્ક પહેરાવવામાં આવ્યું છે. જેથી દર્શન કરવા આવતા શ્રધ્ધાળુઓ પણ માસ્કનું મહત્વ સમજી મોઢે માસ્ક પહેરે તે માટેનો ખાસ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઉપરાંત પોતાના હાથ પણ સેનીટાઈઝરથી સાફ કરતા રહે તેવી અપીલ કરવામાં આવી છે, ત્યારે ભગવાનને કોરોના વાયરસથી બચાવવા માટે નહી પરંતુ શ્રધ્ધાળુઓમાં જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરાયો છે.

Next Story
Share it