Connect Gujarat
Featured

આણંદ : સિહોલ બેઠકનું પરિણામ જાહેર, કોંગ્રેસના ઉમેદવારની જીત

આણંદ : સિહોલ બેઠકનું પરિણામ જાહેર, કોંગ્રેસના ઉમેદવારની જીત
X

આણંદ જિલ્લાની સિહોલ બેઠકમાં આવેલ બોરિયા બૂથ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ફેર મતદાન કરવામાં આવ્યું હતું જેનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવતા સિહોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.

આણંદ જિલ્લાની જિલ્લા અને તાલુકા પંચાયતની ગત તા. 28મી ફેબ્રુઆરીના રોજ યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં સિંહોલ મતદાર મંડળમાં સમાવિષ્ટ મતદાન મથક બોરીયા-1 ખાતે ઉપયોગમાં લેવામાં આવેલ કંટ્રોલ યુનિટમાં 2જી માર્ચના રોજ મત ગણતરીની પ્રક્રિયા દરમ્યાન ખામી સર્જાઈ હતી, ત્યારે કંટ્રોલ યુનિટમાંથી પરિણામ મળી શકે તેમ ન હોવાથી ચૂંટણી અધિકારી દ્વારા આ બેઠક માટે ફરીથી ચૂંટણી કરવા માટે જીલ્લા ચૂંટણી અધિકારીને અહેવાલ આપવામાં આવ્યો હતો.

ઇવીએમ મશીનમાં ખામી સર્જાવાના કારણે બોરિયા એક મતદાન મથક પર 4 માર્ચના રોજ ફેર મતદાન કરવાની ફરજ પડી હતી. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પૂર્ણ થયા બાદ આજરોજ સિહોલ બેઠક માટે મતગણતરી ફરીથી હાથ ધરવામાં આવી હતી. જેનું પરિણામ સામે આવતા 713 લોકોએ મતદાન કર્યું હતું. જે પૈકી 471 મત કોંગ્રેસના કોકિલા બેનને મળ્યા હતા જ્યારે ભાજપના નિતાબેનને 240 મત મળ્યા હતા. આમ કુલ મતગણતરીમાં 9285 મત કોકિલા બેનને મળતા કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો જ્યારે ભાજપના નીતાબેનને કુલ 8597 મતો મળ્યા હતા. પેટલાદ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

Next Story