Connect Gujarat
ગુજરાત

આણંદ: ચાંગા ખાતે ચારૂસેટ યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ સંપન્ન

આણંદ: ચાંગા ખાતે ચારૂસેટ યુનિવર્સિટીનો નવમો પદવીદાન સમારોહ સંપન્ન
X

અજ્ઞાન અને અંધત્વના રૂપમાં જે અહમ છે તેમાંથી બહાર આવવુ પડશે -કેરલના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન

કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને વર્તમાન સમયમાં અહમ અંધત્વ તળે દબાયેલો છે ત્યારે આપણામાં જ્ઞાન અને અંધત્વના રૂપમાં જે અહમ છે તેમાંથી બહાર આવવા કહ્યુ હતુ. રાજ્યપાલે વર્તમાન સમયમાં અજ્ઞાનતાના કારણે જે ખોટી માન્યતાઓ અને માનસિકતાઓથી સમાજ ઘેરાયેલો છે ત્યારે આ ખોટી માનસિકતા અને અજ્ઞાનતા દૂર કરવા માટે શિક્ષણ અને જ્ઞાન જરૂરી હોવાનું જણાવી શિક્ષણ અને જ્ઞાનથી જ એકાત્મતાવાદને પ્રોત્સાહન મળશે તેમ જણાવ્યુ હતુ.

આજે ચાંગા ખાતે ચારૂસેટ યુનિવર્સિટીના 9માં

પદવીદાન સમારોહમાં વિવિધ વિધાશાખાના તેજસ્વી 37 વિધાર્થીઓને સુર્વણ ચંદ્રકો તથા 33

પી.એચ.ડી.ના વિધાર્થીઓને પદવી એનાયત કરી દીક્ષાંત પ્રવચન કરતા ભારતીય નાગરિક તરીકે

પોતાનું કર્તવ્ય નિભાવવા કહ્યુ હતુ.

રાજ્યપાલે વિધાર્થીઓને પરિવર્તનની શરૂઆત

પોતાનાથી જ કરવાનું સૂચવી અનુભવોની વહેંચણી કરવા તેમજ આપણા સ્વભાવમાં બદલાવ લાવી

સૌને સન્માન આપતા શિખવું પડશે તેવો બોધપાઠ વિધાર્થીઓને આપ્યો હતો. રાજ્યપાલે આપણી

પ્રાચીન પરંપરાઓ છે તેના વિષે આપણે જાણતા નથી ત્યારે તેના વિશે જાણકારી મેળવી

નકારાત્મકતામાંથી બહાર આવી ઇતિહાસ પ્રતિ જાગૃત થઇશુ તો આપણે જે જાણતા નથી તે

જાણીને આપણામાં રહેલી અનેક શંકા-કુશંકાઓ દૂર કરી શકીશુ તેમ જણાવ્યુ હતુ. મોહમ્મદ

આરીફ ખાને વિધાર્થીઓને ભૂલમાંથી શીખીને ભૂલનું પુનરાવર્તન ન થાય તેનો ખ્યાલ

રાખવાનું સૂચવી જીવનમાં સમાજ અને કુટુંબને સક્ષમ અને ઉપયોગી બનવા કહ્યુ હતુ.

રાજ્યપાલે આ પ્રસંગે પૂજ્ય મહાત્મા ગાંધીજી,

સરદાર વલ્લભભાઇ પટેલ,સ્વામી વિવેકાનંદનો

ઉલ્લેખ કરી રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની તેમની ફરજો અને રાષ્ટ્રના સાર્વભૌમત્વ વિષે

સમજ આપી ભારતીય પંરપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા જણાવ્યુ હતું. રાજ્યપાલ મહોમ્મદ

આરીફ ખાને દિક્ષાંત પ્રવચન દરમિયાન વેદ, ઉપનિષદ,મહાભારત,અને શુધ્ધ ઉચ્ચારણમાં સંસ્કૃતના શ્લોકો રજૂ

કરતા ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.

રાજ્યપાલે જેમ એક સફળ પુરૂષની પાછળ સ્ત્રીનું

યોગદાન હોય છે તેવી જ રીતે એક સફળ વિધાર્થીની પાછળ તેના માતા-પિતાનું યોગદાન રહેલુ

છે ત્યારે તમોને જે પદવી પ્રાપ્ત થઇ છે તેનો સાચી દિશામાં સદઉપયોગ કરી માતા-પિતાની

જ નહી પણ સમાજ અને રાષ્ટ્રની મુડી બનશો તેવી શુભકામનાઓ વિધાર્થીઓને પાઠવી હતી.

રાજ્યપાલે વિધાર્થીઓને પ્રાપ્ત કરેલ અનુભવોની

વહેંચણી કરવાનો અનુરોધ કરી વિધાર્થીઓને સફળતા અને નિષ્ફળતા જીવનનો એક ભાગ છે તેમ

માની વિચલિત થયા વગર આગળ વધતા રહેવાનો મંત્ર અપનાવવા કહ્યુ હતું. રાજ્યપાલે સરદાર

પટેલની ભૂમિ અને ચરોત્તરના ગોલ્ડન પ્રદેશમાં આવવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી

ગોલ્ડ મેડલ મેળવનાર તથા પદવીઓ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આજના આ નવમા પદવીદાન સમારોહમાં ફેકલ્ટી ઓફ

મેડીકલ સાયન્સના-૨૪૧,ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન-252, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના-175, ફેકલ્ટી ઓફ

ફાર્મસીસના-118, ફેકલ્ટી ઓફ એપ્લાઇડ સાયન્સીસ-279, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જીનીયરીંગની છ વિધાશાખાના 949 મળી કુલ-2048

વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 33 પીએચડી વિધાર્તીઓનો સમાવેશ થાય

છે. જ્યારે 37 વિધાર્થીઓને ગોલ્ડ મેડલથી કેરળના ગર્વનર આરીફ મોહમ્મદ ખાનના હસ્તે

સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કેળવણી મંડળના માનદ મંત્રી ડૉ. એમ.

સી. પટેલ, માતૃ સંસ્થા અને ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ

ફાઉન્ડેશનના પ્રમુખ નગીન પટેલ, દેવાંગ પટેલ (ઇપ્કોવાળા),

ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, વિવિધ વિદ્યાશાખાના ડીન, આચાર્યો, પ્રાધ્યાપકો, શિક્ષણ જગતના કેળવણીકારો, સલાહકાર સભ્યો, દાતાઓ, વાલીઓ

અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story