Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: નેશનલ હાઇવે પર કાપડ ભરેલ ટ્રકમાંથી ૨૧લાખથી વધુના જથ્થાની થઈ ચોરી

અંકલેશ્વર: નેશનલ હાઇવે પર કાપડ ભરેલ ટ્રકમાંથી ૨૧લાખથી વધુના જથ્થાની થઈ ચોરી
X

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ અમરતૃપ્તિ હોટલ નજીકના પેટ્રોલ પમ્પમાં પાર્ક કાપડ ભરેલ ટ્રકમાંથી તાડપત્રી ફાડીને જુદા-જુદા કપડાના ૨૧ લાખથી વધુના જથ્થાની ચોરી થતા ટ્રક ચાલકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

સુરતના સારોલી વિસ્તારમાં આવેલ ન્યુ ગ્રીન કેરિયર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી ટ્રક નંબર- GJ-16-X-9447નો ચાલક રામદેવ હરિલાલભાઈ ગુર્જર કલર કેમિકલના ડબ્બા નંગ-૨૬૪ અને વિવિધ કપડાનો ૧૭૫ નંગ જથ્થો ટ્રકમાં ભરી સુરતથી અમૃતસર ખાતે જઈ રહ્યો હતો. ત્યારે અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ અમરતૃપ્તિ હોટલ નજીકના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલિયમના પેટ્રોલ પમ્પ પર ટ્રક પાર્ક કરી કેબિનમાં નીંદર માણી રહ્યો હતો.

દરમિયાન રાત્રીના સમયે કોઈક ચોરોએ તાડપત્રી ફાડી અંદર મુકેલ કપડાના જુદા-જુદા જ્થ્થામાંથી ૭૨ નંગ કપડાનો જથ્થો ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરીના બનાવ અંગે ટ્રક ચાલકે કપડાનો જથ્થો મળી કુલ ૨૧.૫૯ લાખથી વધુના મુદ્દામાલની ચોરીની અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Next Story