Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના દીવાગામે દીપડો દેખાતા દહેશત : વનવિભાગે મુકયા પાંજરા

અંકલેશ્વરના દીવાગામે દીપડો દેખાતા દહેશત : વનવિભાગે મુકયા પાંજરા
X

અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં દીપડો દેખાવાની વાતે ગ્રામજનોમાં દહેશતનું વાતાવરણ સર્જાવા પામ્યુ છે. જો કે આ વાતની જાણ ગ્રામજનો દ્વારા વનવિભાગને કરાતા વનવિભાગે સતર્કતા દાખવી દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરાતા આંશીક હાશકારો ગ્રામજનોએ અનુભવ્યો છે.

દીવા ગામે છેલ્લા બે દિવસથી વહેલી સવારે ખેતરમાં પાણી વાળવા જતા ખેડૂતો જયારે ઘરે બપોરીવેળાએ ઘરે પરત ફરતા હતા દરમિયાન દીવાગામના મુખ્ય માર્ગ ઉપરથી રસ્તો ઓળંગતા દીપડાને જોયાની જાણ ગામના આગેવાનોને કરતા આગેવાનોએ વનવિભગને જાણ કરી હતી. દીવાગામમાં દિપડાના પગલાના નિશાન દેખાવાની વાતને પૃર્તતા કરતા વનવિભાગકર્મીએ પગનાં નિશાન પરથી દીપડો જ છે જણાવ્યું હતું.

દીપડો દેખાવા અંગે સચોટ વાત જાણવા વનવિભાગના અધિકારી જીતેન્દ્ર ગાંધીનો કનેકટ ગુજરાતે સંપર્ક કરતા તેમણે તેમેની સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ગત મોડી રાતે દીવાગામના આગેવાનનો દીપડો દેખાયાનો ફોન હતો.જેથી વનવિભાગ દ્વારા આજે જ પાંજરૂ મુકવા કવાયત હાથ ધરી પાંજરૂ મુકી દેવાયું છે. સાથે સાથે બીજા કોઇ ગામે દીપડો દેખાયો છે કે કેમ ? તે અંગે તેમણે અંકલેશ્વર તાલુકાના ઉછાલી,જીતાલી અને જૂના દીવા ખાતે દીપડો દેખાયાની વાત આવતા તેમણે ત્યાં પણ પાંજરા મુકયા છે નું જણાવ્યું હતું. તેમણે ગ્રાજનોને સચેત રહેવા પણ અપીલ કરતા કહ્યું કે,આ પ્રાણી ખુબ જ ચાલાક અને પાછળ થી પણ હુમલો કરવાની ટેવ ધરાવતું હોય રાતે કે દિવસે એખલા નીકળવું નહીં.

Next Story