Connect Gujarat
Featured

અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂતનું કયું સ્વપનું પૂર્ણ કર્યું ,જાણો..

અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂતનું કયું સ્વપનું પૂર્ણ કર્યું ,જાણો..
X

દિવંગત સુશાંત સિંહ રાજપૂતના મામલે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે જે તેમના પરિવારના સમર્થનમાં ઊભી રહી છે. હવે સુશાંતના સપનાને પૂરા કરવા માટે સંકલ્પ લીધો છે. સુશાંત સિંહ પોતાના જીવનમાં ઘણું કરવા માંગતો હતો, સુશાંતે તેની ડાયરીમાં તેના સપના લખ્યા હતા. સુશાંતે તેના સપનાની સૂચિ બનાવી હતી, જેમાંથી કેટલાક તેમણે પૂરા કર્યા હતા, અને તેમાંથી કેટલાક તેને પૂર્ણ કર્યા વિના જ દુનિયામાંથી વિદાય લઈ લીધી. તે સ્વપનોની સૂચિમાંની એક એ છે કે તેનું 1000 રોપા રોપવાનું સ્વપ્ન હતું. તેના ગયા પછી હવે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા પૂરી કરી રહી છે.

https://www.instagram.com/p/CEzPrZZn0BC/?utm_source=ig_embed

હાલ અંકિતા લોખંડે હવે સુશાંતનું આ અધૂરું સ્વપ્ન પૂરું કરી રહી છે. અભિનેત્રી અંકિતા લોખંડેનો નો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેની માતા સાથે છોડ ખરીદતો જોવા મળી રહ્યા છે. વીડિયોમાં અંકિતા કહે છે, 'બધાને મેસેજ કરો, રોપા રોપો. સુશાંતના સપનામાંનું એક તે હતું કે તે 1000 રોપાઓ રોપવા માંગતો હતો, તેના સપનાને પૂરા કરવા માટે મેં મારા ઘરેથી પ્રારંભ કર્યો છે અને આશા છે કે તમે પણ બધા રોપા રોપશો.

Next Story