અંકલેશ્વર : લગ્નની લાલચે બળાત્કાર કરનાર ઝડપાયો

New Update
અંકલેશ્વર : લગ્નની લાલચે બળાત્કાર કરનાર ઝડપાયો

અંકલેશ્વરમાં યુવતી સાથે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર આરોપીની શહેર પોલીસે ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ઘટનાની મળતી પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક મીઠા ફેક્ટરીની પાછળ રહેતા મિથુન યાદવનો તેના ઘર નજીક રહેતી યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. પ્રેમ સબંધમાં તેણે યુવતી સાથે અવાર-નવાર શારીરિક સબંધો પણ બાંધ્યા હતા. દરમ્યાન યુવતીને ગર્ભ રહી જતા યુવાન યુવતીને તરછોડી કલકત્તા ભાગી ગયો હતો. જે અંગે યુવતીએ અંઅક્લેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. શહેર પોલીસે બાળાત્કાર અંગેનો ગુનો નોંધી ભાગી છુટેલ યુવાનની તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ યુવાન અંકલેશ્વરમાં ફરી રહ્યો હોવાની બાતમી મળતા શહેર પોલીસે વોચ ગોઠવી તેની ગડખોલ પાટીયા નજીકથી ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.